For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCએ ચૂંટણી પંચના આદેશ પર લગાવી રોક, કમલનાથને પાછો મળ્યો સ્ટાર પ્રચારકનો દરજ્જો

મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ નેતા કમલનાથને સ્ટાર પ્રચારની લિસ્ટમાંથી હટાવવા માટે ચૂંટણી પંચના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ નેતા કમલનાથને સ્ટાર પ્રચારની લિસ્ટમાંથી હટાવવા માટે ચૂંટણી પંચના આદેશ પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. 30 ઓક્ટોબરે ચૂંટણી પંચે કમલનાથને કોંગ્રેસના સ્ટાર પ્રચારકની લિસ્ટમાંથી હટાવવાનો આદેશ આપ્યો. 31 ઓક્ટોબરે ચૂંટણી પંચના આદેશ સામે કમલનાથે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર સુનાવણી કરીને અદાલતે આજે(સોમવારે) પંચના ચુકાદા પર સ્ટે લગાવી દીધો છે અને કમલનાથનો સ્ટાર પ્રચારકનો દરજ્જો ચાલુ રાખ્યો છે.

કમલનાથે આને ગણાવી હતી અવાજ દબાવવાની કોશિશ

કમલનાથે આને ગણાવી હતી અવાજ દબાવવાની કોશિશ

ચૂંટણી પંચે શુક્રવારે જારી એક આદેશમાં કહ્યુ હતુ કે આદર્શ આચાર સંહિતાના વારંવાર ઉલ્લંઘન અને કમલનાથે જારી કરવામાં આવેલી સલાહની સંપૂર્ણપણે અવહેલના કરવા અંગે મધ્ય પ્રદેશ વિધાનસભાના વર્તમાન પેટા ચૂંટણી માટે તેમનો પોતાના રાજકીય દળ માટે સ્ટાર પ્રચારકનો દરજ્જો તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરે છે. કમલનાથને સ્ટાર પ્રચારક તરીકે પ્રાધિકારીઓ તરફથી કોઈ અનુમતિ નહિ આપવામાં આવે. ત્યારબાદ કમલનાથે આને અવાજ દબાવવાની કોશિશ ગણાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.

28 સીટો પર થવાની છે પેટા ચૂંટણી

28 સીટો પર થવાની છે પેટા ચૂંટણી

મધ્ય પ્રદેશમાં 28 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી થઈ રહી છે. ત્રણ નવેમ્બરે આ સીટો પર મત નાખવામાં આવશે અને 10 નવેમ્બરે પરિણામોનુ એલાન થશે. જે 28 સીટો પર પેટા ચૂંટણી થવાની છે તેમાંથી 25 સીટો કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા આપીને ભાજપમાં શામેલ થવાથી ખાલી થઈ છે. વળી, બે સીટો કોંગ્રેસ ધારાસભ્યોના નિધનથી અને એક સીટ ભાજપ ધારાસભ્યના મોતથી ખાલી થઈ છે.

જીત-હારથી રાજ્યની સરકારનો પણ નિર્ણય

જીત-હારથી રાજ્યની સરકારનો પણ નિર્ણય

મધ્ય પ્રદેશમાં 2018ના અંતમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોગ્રેસને જીત મળી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીએ કમલનાથના નેતૃત્વમાં રાજ્યાં સરકાર બનાવી હતી. આ વર્ષે માર્ચમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે કોંગ્રેસમાંથી બળવો કરીને ધારાસભ્ય પદ અને કોંગ્રેસના સભ્યપદમાંથી રાજીનામુ આપી દીધુ હતુ અને ભાજપમાં શામેલ થઈ ગયા હતા. જેના કારણે કોંગ્રેસ સરકાર લઘુમતમાં આવી ગઈ હતી. ત્યારબાદ કમલનાથે 20 માર્ચે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્રણ દિવસ બાદ 23 માર્ચે શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની હતી. બાદમાં કોંગ્રેસના વધુ ત્રણ ધારાસભ્યો ભાજપમાં શામેલ થઈ ગયા હતા. તમને જણાવી દઈએ કે આ 28 સીટોમાથી જીત-હારથી રાજ્યની સરકારનો પણ નિર્ણય થવાનો છે.

અમદાવાદથી બેંગલુરુ જતી બસ- મુંબઈથી આવતી ટ્રક વચ્ચે અકસ્માતઅમદાવાદથી બેંગલુરુ જતી બસ- મુંબઈથી આવતી ટ્રક વચ્ચે અકસ્માત

English summary
SC stays EC order delisting Kamal Nath as star campaigner for MP bye elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X