For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિકોમાં નિરાશા! સજાતીય સંબંધો ગેરકાયદેસર, SCનો મહત્વનો ચૂકાદો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટ આજે સજાતીય સંબંધો પર ઐતિહાસિક ચૂકાદો આપતા સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠેરવ્યા છે. આ ચૂકાદા પર આખા દેશની નઝર હતી. સુપ્રીમ કોર્ટમાં આ મામલા પર ચાર વર્ષથી ચર્ચા ચાલી રહી હતી કે સજાતીય સંબંધો કાયદેસર ગણવા કે ગેરકાયદેસર. 4 વર્ષ પહેલા દિલ્હી હાઇકોર્ટે સજાતીય સંબંધોને કાયદેસરની મહોર લગાવી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેની પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપતા જણાવ્યું છે કે સજાતીય સંબંધો એ કાનૂની અપરાધ છે.

સુપ્રીમ કોર્ટમાં સજાતીય સંબંધોનો કેસ છેલ્લા ચાર વર્ષોથી ચાલી રહ્યો હતો. કોર્ટ આજે આની પર મહત્વનો ચૂકાદો આપ્યો છે કે બે પુખ્ત વયની વ્યક્તિ દ્વારા સહમતીથી બનાવેલા સજાતીય સંબંધોને ગેરકાયદેસર ગણવામાં આવે અને તેને ગૂના હેઠળ આવરી લેવામાં આવે. સુપ્રીમ કોર્ટના મહત્વના ચૂકાદા બાદ સજાતીય સંબંધોને ગેરકાયદેસર ગણવામાં આવશે અને તે અનુરૂપ ઉમર કેદની સજાનું પ્રાવધાન છે. જોકે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દેશની સંસદ માન્ય ઠેરવે છે કે નહીં તે સવાલ છે.

આ પહેલા દિલ્હી હાઇકોર્ટે 2 જુલાઇ, 2009ના રોજ ભારતીય દંડ સંહિતાની ધારા 377 અંતર્ગત સજાતીય શારીરિક સંબંધોને ગૂનાના દાયરામાંથી મૂક્ત કર્યું હતું. આ અંતર્ગત એકાંતમાં બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે સહમતીથી સ્થાપિત શારિરીક સંબંધને ગૂનો ગણી શકાય નહી. અત્રે ઉલ્લેખનીય છે કે ધારા 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અપરાધ અંતર્ગત શારીરિક સંબંધ દંડનીય છે. જેના માટે ઉંમર કેદ સુધીની સજાનું પ્રાવધાન પણ છે.

2009માં દિલ્હી હાઇકોર્ટના નિર્ણયની એક તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતી મળી હતી ત્યાં હિન્દુ અને મુસ્લિમ સંગઠનોએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ સંગઠનોની દલિલ છે કે આ ગેરકાયદેસર, અનૈતિક અને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. કેટલાંક સંગઠનોનું એવું કહેવું છે કે આનાથી ભારતીય સંસ્કૃતિ ખતરમાં પડી જશે.

gay
આ મુદ્દા પર સરકારનો નિર્ણય પણ પહેલા સ્પષ્ટ ન્હોતો. 2012માં સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારને હવે સજાતીય સંબંધથી કોઇ વાંધો નથી. માર્ચ 2012માં એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટ પહેલા જણાવ્યું કે સરકાર સજાતીયના મૂળભૂત અધિકારોનું સન્માન કરે છે.

આ પહેલા ગૃહ મંત્રાલય સજાતીયતાના વિરોધમાં હતો, જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય આની તરફેણમાં હતું. લૉ કમિશને પણ ઘણીવાર સરકારને સજાતીયતા પર કાયદો ઘડવાની ભલામણ કરી હતી. આશા છે કે આજે એકવાર ફરી સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશભરમાં સજાતીયતા પર એક નવી ચર્ચા શરૂ થઇ જશે.

English summary
Supreme Court verdict on same sex relationships likely today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X