For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાનલેવા બની રહેલા ચોમાસા વિશે શું કહે છે વૈજ્ઞાનિક

આ વખતનુ ચોમાસુ જન જીવનને ચારે તરફથી પ્રભાવિત કરી રહ્યુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસાનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

આ વખતનુ ચોમાસુ જન જીવનને ચારે તરફથી પ્રભાવિત કરી રહ્યુ છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચોમાસાનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે. યુપી અને બિહારમાં સતત ભારે વરસાદના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા અને હજારો લોકો બેઘર થઈ ગયા. આખે આખા ગામ જળબંબાતુર થઈ ગયા છે. લોકો પોતાના ઘર અને પાલતુ પશુઓને છોડીને જવા માટે મજબૂર બની ગયા છે. છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 80થી 90 લોકોના વરસાદના કારણે મોત નીપજ્યા છે. કોઈનુ મોત વીજળી પડવાથી તો કોઈનુ મોત વરસાદના કારણે ઘર પડવાથી થયુ છે.

એક્સ્ટ્રીમ મૉનસુન ગણાવ્યુ

એક્સ્ટ્રીમ મૉનસુન ગણાવ્યુ

આ વખતના ચોમાસાને હવામાન વૈજ્ઞાનિકોએ એક્સ્ટ્રીમ મૉનસુન ગણાવ્યુ છે. ઘણા અભ્યાસથી માલુમ પડ્યુ છે કે દુનિયામાં ગરમ હોવા સાથે ભારતમાં વધુ પડતી વર્ષા થઈ રહી છે. 2012ના એક અભ્યાસ અનુસાર દેશભરમાં મધ્યમ વરસાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે પરંતુ ચરમ ઘટનાઓમાં વધારો થયો છે. અલગ અલગ વિશ્લેષણોમાં જોવામાં આવ્યુ છે કે ઉત્તર અરબ સાગર ગરમ હોવાના પરિણામ સ્વરૂપ 1950થી મધ્ય ભારતમાં વ્યાપક રીતે અત્યાધિક વરસાદ થયો છે. એક અન્ય અભ્યાસમાં જોવા મળ્યુ કે ઉત્તર ભારતમાં આંધી તોફાન 50 ટકાથી વધુ સામાન્ય અને 80 ટકા લાંબુ થઈ ગયુ છે.

ભારે વરસાદની ઘટનાઓમાં વધારો

ભારે વરસાદની ઘટનાઓમાં વધારો

એક્સટ્રીમ મૉન્સુન વિશે આઈપીસીસીના વૈજ્ઞાનિકોએ પોતાનુ મંતવ્ય રાખ્યુ છે. રૉક્સી મેથ્યુ કે જે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રોપિકલ મેટરોલોડીનુ કહેવુ છે કે બિહાર અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ બેલ્ટના અમુક ભાગોમાં પહેલેથી જ ભારે વરસાદની ઘટનાઓમાં વધારો થયો છે. આપણે બધી ઘટનાઓને ક્લાઈમેટ ચેન્જ તરફ વાળી ન શકીએ જ્યાં સુધી આપણે આ અંગે ગાઢ અભ્યાસ ન કરીએ. એ સંભાવના છે કે વૈશ્વિક અને સ્થાનિક તાપમાનમાં વધારાએ ભારે વરસાદમાં યોગદાન આપ્યુ. વિશેષ રીતે ભારે વરસાદ જેના પરિણામ સ્વરૂપ પૂરની ઘટનાઓ મધ્ય અને પશ્ચિમ તટ અને ઉત્તર-ઉત્તર પૂર્વ ભારતના અમુક ભાગોમાં વધી રહી છે.

આ પણ વાંચોઃ જાતે કપડા કાઢવાની ના પાડતી તો કપડા ફાડી દેતો ચિન્મયાનંદ, છાત્રાનો ખુલાસોઆ પણ વાંચોઃ જાતે કપડા કાઢવાની ના પાડતી તો કપડા ફાડી દેતો ચિન્મયાનંદ, છાત્રાનો ખુલાસો

અભૂતપૂર્વ વરસાદ

અભૂતપૂર્વ વરસાદ

એસોસિએટ પ્રોફેસર ડૉ. અંજલી પ્રકાશનુ કહેવુ છે કે સપ્ટેમ્બર 2019ના અંતિમ સપ્તાહમાં પ્રાયદ્વીપીય ભારત (હૈદરાબાદ અને પૂણે), તટીય ક્ષેત્ર (કોલકત્તા, ગુજરાત, ગોવા, મછલીપટ્ટનમ અને વિજાગ) અને ઉપ હિમાલયી ક્ષેત્ર (અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાના ઘણા ભાગો) બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ) ભારે વિનાશ વેરાયો છે. આ ક્ષેત્રોમાં હાલના ઈતિહાસમાં અભૂતપૂર્વ વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગે 26માં સેપ્ટની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે 22 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન અરબ સાગરની ઉપર એક બહુ ગંભીર ચક્રવાતી તોફાન હિકા આવ્યુ. જે પોતાના પ્રારંભિક તબક્કામાં આ કોંકણ અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદના કારણે બન્યુ કારણકે આ પ્રણાલી ભારતીય તટથી દૂર જતી રહી, ઓમાન તરફ, ભારતમાં આ પ્રણાલીના કારણે કોઈ પ્રતિકૂળ હવામાન નહોતુ. પંજાબ અને મધ્ય પ્રદેશ, ઉત્તર ઓડિશા, ગુજરાત, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને લક્ષદ્વિપમાં સામાન્યથી વધુ વરસાદ થયો.

English summary
scientist and associate professor of ipcc tell reason of extreme monsoon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X