For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે સ્વદેશનો અસલી શાહરૂખ, ઠુકરાવ્યો નાસાનો 10 કરોડનો પ્રસ્તાવ

|
Google Oneindia Gujarati News

કરનાલ, 20 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રતિભાઓને દેશની બહાર નહીં જવાનું અભિયાન શરૂ કર્યું છે. પીએમ મોદીએ કરનાલના કોયર ગામમાં રહેતા રાકેશને નાસાના 10 કરોડના પૈકેજનો અસ્વીકાર કરી ભારતમાં રહેવાની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીની અપીલ કર્યા બાદ રાકેશે નાસાના ભારે-ભરખમ પેકેજને નકારી દીધુ છે.

રાકેશની 2014ના સપ્ટેમ્બર માસમાં જુનિયર રીસર્ચ સાયન્ટિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. નાસાએ તેને 10 કરોડ રૂપિયાના પેકેજની ઓફર આપી હતી. એટલુ જ નહિં નાસાએ તેને વિઝા, ટિકિટ સાથે અન્ય ઘણી સુવિધાઓનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. રાકેશને 23 માર્ચના રોજ અમેરિકા જવા રવાના હતું.

modi
અમેરિકા રવાના થવાના થોડા દિવસ પહેલા રાકેશને પીએમઓમાંથી 17 માર્ચના રોજ એક પત્ર મળ્યો. આ પત્ર માં તેને વડાપ્રધાન કાર્યાલય આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે રાકેશ પીએમઓ પહોચ્યો તો તેને વર્લ્ડ આયુર્વેદિક રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાઉંસીલ (ડબ્લ્યૂએઆરડીસી)ની સદસ્યાતાની ઓફર સાથે દેશમાં જ રહીને પોતાનું રીસર્ચ પૂરું કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. જેનો રાકેશે સ્વીકાર કરી લીધો અને નાસાના પ્રસ્તાવને નકારી કાઢ્યો.

nasa
રાકેશની ઉંમર માત્ર 22 વર્ષ જ છે અને તેને નેશનલ બોટની રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટથી સ્નાતકોત્તરની ડિગ્રી મેળવી છે. તેઓ થેલેસેમિયા અને ગ્લેંડ કેંસર પર પોતાનું રિસર્ચ કરી રહ્યા છે. એટલું જ નહીં તેમનું 70 ટકા રિસર્ચ પૂર્ણ થઇ ચૂક્યું છે જેના પગલે તેમની નાસામાં પણ પસંદગી થઇ. પરંતુ પીએમઓના આશ્વાસન બાદ રાકેશે ભારતમાં જ રહીને પોતાનું રિસર્ચને પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

રાકેશના નાસાનો પ્રસ્તાવ નકાર્યા બાદ હરિયાણા સરકારે પણ તેને આમંત્રણ મોકલાવ્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાકેશને સમ્માનિત કરવા માટે આમંત્રણ મોકલ્યું છે. રાકેશ ટૂંક સમયમાં ખટ્ટર સાથે મુલાકાત કરશે.

English summary
Scientist rejects the offer of 10 crore from NASA after PM Modis appeal, Scientist has been approached before leaving to America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X