Section 377: સુપ્રિમ કોર્ટના ચૂકાદા પર કરણ જોહરઃ ‘દેશને ઓક્સિજન પાછો મળ્યો'
સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપીને સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાં રાખતી કલમ 377 ને ગેરકાયદેસર ગણાવી દીધી છે. સેક્શન 377 ગેરકાયદેસર ગણાવી દીધા બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. બોલિવુડ સિતારાઓએ પણ આના પર પોતાની પ્રતિક્રિયા આપીને ખુશી વ્યક્ત કરી છે. નિર્દેશક કરણ જોહરે ટ્વિટ કર્યુ છે, 'ઐતિહાસિક ચૂકાદો, ખૂબ ગર્વ છે. સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધુ.'

ઐતિહાસિક ચૂકાદો, ખૂબ ગર્વ છે
નિર્દેશક કરણ જોહરે સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. એલજીબીટી અધિકારો પર પોતાની વાત ખુલીને રાખનાર કરણ જોહરે ટ્વિટ કર્યુ છે કે ‘ઐતિહાસિક ચૂકાદો, ખૂબ ગર્વ છે. સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધુ. આ માનવતા અને સમાન અધિકાર માટે બહુ મોટી વાત છે. આ દેશને પોતાનો ઓક્સિજન પાછો મળી ગયો.'
આ પણ વાંચોઃ Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

અભિનેત્રીઓની પ્રતિક્રિયા
વળી, એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ લખ્યુ, ‘વેલ ડન. હવે સમય આવી ગયો હતો.' સોનમ કપૂરે ટ્વિટ કર્યુ, ‘એલજીબીટીક્યુ લોકો માટે ખુશીના આંસુ આવી રહ્યા છે. એક દિવસ કોઈ લેબલ નહિ રહે અને આપણે બધા એક યુટોપિયામાં રહીશુ.' દિયા મિર્ઝાએ કહ્યુ, ‘ભારત માટે સમાનતા. પ્રેમ માટે સમાનતા. સમાન અધિકાર.' અભિનેત્રી સ્વરા ભાસ્કરે બધા કાર્યકરો અને અરજીકર્તાઓને આ લાંબી લડાઈ લડવા બદલ અભિનંદન પાઠવ્યા.
|
સમગ્ર દેશ ખુશ
કોર્ટના ચૂકાદાથી માત્ર બોલિવુડ નહિ પરંતુ સમગ્ર દેશ ખુશ છે. ગુરુવારે સુપ્રિમ કોર્ટે અંગ્રેજોના જમાનના કાયદાને ગેરકાયદેસર ગણાવીને સેક્શન 377 ને ગુનાની શ્રેણીમાંથી બહાર કાઢી દીધુ. કોર્ટે કહ્યુ કે પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે. દેશમાં પબધાને સમાનતાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ચૂકાદામાં કહ્યુ કે દેશમાં બધાને સમ્માનથી જીવવાનો અધિકાર છે. સમાજને પોતાના વિચારો બદલવાની જરૂર છે. જૂની ધારણાઓને છોડવી પડશે.
આ પણ વાંચોઃ કલમ 377: સમલૈંગિકતા પર અત્યાર સુધી શું શું થયુ? જુઓ આખી TimeLine