For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Section 377: સમલૈંગિકતા હવે ગુનો નહિ, સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

સમલૈંગિકતા હવે ગુનો નથી, સુપ્રિમ કોર્ટે આ કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. આ સાથે કોર્ટે સમલૈંગિકતાને ગુનો માનતી આઈપીસીની કલમ 377 હેઠળ કેટલીક જોગવાઈઓને ગેરસકાયદેસર માની છે.

|
Google Oneindia Gujarati News

સમલૈંગિકતા હવે ગુનો નથી, સુપ્રિમ કોર્ટે આ કેસમાં મોટો ચૂકાદો આપ્યો છે. આ સાથે કોર્ટે સમલૈંગિકતાને ગુનો માનતી આઈપીસીની કલમ 377 હેઠળ કેટલીક જોગવાઈઓને ગેરસકાયદેસર માની છે. કોર્ટે કહ્યુ કે પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે. દેશમાં બધાને સમાનતાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ચૂકાદામાં કહ્યુ કે દેશમાં બધાને સમ્માન સાથે જીવવાનો અધિકાર છે. સમાજે પોતાના વિચારો બદલવાની જરૂર છે. જૂની ધારણાઓ છોડવી પડશે. જો કે કોર્ટે પશુઓ સાથેના સંબંધને ગુનાની શ્રેણીમાં મૂક્યા છે.

સુપ્રિમ કોર્ટે કહ્યુ - પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે

સુપ્રિમ કોર્ટે કહ્યુ - પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર છે

સમલૈંગિકતાને ગુનો માનતી આઈપીસીની કલમ 377 ની બંધારણીય માન્યતા પર સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો સંભળાવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યુ કે ઓળખ જાળવી રાખવી જીવનનું સત્ય છે. એલજીબીટી સમાજના લોકોને પણ બીજા લોકોની જેમ સામાન્ય અધિકાર છે. કોર્ટે કહ્યુ કે બે સગીરો વચ્ચે એકબીજાની સંમતિથી બનેલા યૌન સંબંધ કોઈના માટે નુકશાનકારક નથી. તે બે લોકો વચ્ચે એકબીજાની સંમતિની બાબત છે. માટે હવે કલમ 377 સમલૈંગિકતા હવે ગુનો નથી.

આ પણ વાંચોઃકલમ 377: સમલૈંગિકતા પર અત્યાર સુધી શું શું થયુ? જુઓ આખી TimeLineઆ પણ વાંચોઃકલમ 377: સમલૈંગિકતા પર અત્યાર સુધી શું શું થયુ? જુઓ આખી TimeLine

2013 ના પોતાના ચૂકાદાને સુપ્રિમ કોર્ટે પલટ્યો

2013 ના પોતાના ચૂકાદાને સુપ્રિમ કોર્ટે પલટ્યો

સુપ્રિમ કોર્ટે આ ચૂકાદા સાથે ડિસેમ્બર 2013 ના રોજ સંભળાવાયેલા પોતાના ચૂકાદાને જ પલટાવી દીધો છે. સીજેઆઈ દીપક મિશ્રા સાથે જસ્ટીસ આરએફ નરિમન, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની બંધારણીય ખંડપીઠે 10 જુલાઈના રોજ સુનાવણી શરૂ કરી હતી અને 17 જુલાઈના રોજ આના પર ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો.

એલજીબીટી સમાજના લોકોને પણ એટલો જ અધિકાર છે

એલજીબીટી સમાજના લોકોને પણ એટલો જ અધિકાર છે

સુપ્રિમ કોર્ટે કહ્યુ કે જીવનનો અધિકાર માનવીય અધિકાર છે. આ અધિકાર વિના બીજા અધિકારો અસંબદ્ધ છે. કોર્ટે કહ્યુ કે સમલૈંગિકતા પર કોઈ પણ પ્રકારની રોક બંધારણના અધિકારનું હનન છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ એલજીબીટીના લોકોને પણ એટલો જ અધિકાર છે. એકબીજાના અધિકારોનું સમ્માન કરવુ જોઈએ.

આ પણ વાંચોઃશું છે કલમ 377? કેમ થઈ રહ્યો છે આટલો હોબાળો આના પર? જાણો વિસ્તારથીઆ પણ વાંચોઃશું છે કલમ 377? કેમ થઈ રહ્યો છે આટલો હોબાળો આના પર? જાણો વિસ્તારથી

English summary
Section 377: Supreme Court declares Section 377 decriminalised, ‘Gay sex is not a crime.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X