મેરઠમાં ધાબળા ઓઢીને આવનાર લોકોથી મોદીને જીવનું જોખમ

Posted By:
Subscribe to Oneindia News

લખનઉ, 1 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં 2 ફેબ્રુઆરીના રોજ યોજનારી રેલીને લઇને આ વખતે સરકાર અને તંત્રનો પરસેવો છૂટી રહ્યો છે. ગુપ્તચર એજન્સી દ્વારા રેલીમાં હુમલાની આશંકા વ્યક્ત કર્યા બાદ જ વહિવટી અધિકારી સંપૂર્ણ રીતે સતર્ક છે. બે કમાન્ડોની ટીમ સહિત સાદા કપડામાં ગુપ્તચર વિભાગના લોકો પણ રેલી સ્થળ પર નજર રાખશે. મુજફ્ફરનગરમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ નરેન્દ્ર મોદીની રેલી ઘણી સંવેદનશીલ માનવમાં આવે છે. ટોચના અધિકારીઓ પણ આ જાણે છે.

તે ઇચ્છે છે કે આ કોઇ પણ પ્રકારે શાંતિપૂર્વક પુરી થઇ જાય. તંત્રના એક વરિષ્ઠ અધિકારી કહ્યું હતું કે આઇબીના એલર્ટ બાદ નરેન્દ્ર મોદીની મેરઠ રેલીને લઇને સુરક્ષા વધારી દેવામાં આવી છે. રેલીની સુરક્ષાને લઇને જિલ્લા વહિવટી તંત્રની ઘણી બેઠકો યોજાઇ ચૂકી છે. સુરક્ષા એજન્સીઓને રેલીમાં ધાબળો ઓઢીને આવનાર લોકોને લઇને ખાસ સતર્કતા વર્તવાનું કહેવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે માહોલનો ફાયદો ઉઠાવીને અસામાજિક તત્વો ધાબળો ઓઢીને ર્લીએમાં આવી શકે છે અને કોઇ મોટી ઘટનાને અંજામ આપી શકે છે.

narendra-modi-delhi

રેલીની સુરક્ષા માટે મેરઠ જોનની ફોર્સની સાથે જ પોલીસ મુખ્યાલયથી વધારાના પોલીસ અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. રેલી માટે મુખ્યાલય દ્વારા બે પોલીસ અધિક્ષક, 10 વધારાના પોલીસ અધિક્ષક, 20 પોલીસ નાયબ અધીક્ષક અને 12 ઇન્સપેંક્ટર તથા 150 સબ ઇન્સપેક્ટર ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત બે બોમ્બ નિરોધક ટીમ અને એટીએસની બે કમાન્ડો ટીમ ગોઠવવામાં આવી છે.

English summary
Security at BJP's prime ministerial candidate Narendra Modi's rally in Meerut on Sunday has been tightened, with an inspector general of police being made in charge of a political rally for the first time.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.