For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોરખપુરમાં આજે નરેન્દ્ર મોદીની 'સૌથી મોટી' વિજય રેલી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગોરખપુર, 23 જાન્યુઆરી: નરેન્દ્ર મોદીની ગોરખપુર પાસે આજે (ગુરૂવારે) યોજાનરી રેલી માટે તૈયારી પુરી કરવામાં આવી છે. અને ભાજપનો દાવો છે કે પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવારની ઉત્તર પ્રદેશમાં આ 'સૌથી મોટી' હશે. ભાજપની પ્રદેશ એકમના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપાઇએ કહ્યું હતું કે રેલીનું 37 દેશોમાં ઓડિયો અને વીડિયો પ્રસારણ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે રેલીની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે ગુજરાતની વિશેષ પોલીસ ટીમ પણ ગોઠવવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અહીં 20 કિમી દૂર મનબેલા મેદાનમાં આયોજીત રેલીમાં પહોંચવા લાગ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે 'ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીની અત્યાર સુધી થયેલી બધી રેલીમાંની આ સૌથી મોટી રેલી હશે.' આ રેલી પૂર્વી ઉત્તર પ્રદેશને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે જ્યાં લોકસભાની 13 અને વિધાનસભાની 62 સીટો છે. આ સાથે વાજપેયીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ભાજપના ફક્ત લોકસભાના સભ્યો છે.

narendra-modi

વાજપેયીએ કહ્યું હતું કે વિજય શંખનાદ રેલીની સાથે ભાજપ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી અભિયાન શરૂઆત કરી રહી છે. ભાજપના નેતાએ કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીના ભાષણમાં પૂર્વી ઉત્તર પ્રદેશની સમસ્યાઓ જેમ કે શેરડીનું બાકી ચૂકવણું, આજમગઢમાં બનારસી સાડી ભરવાનો મુદ્દો, ગોરખપુરમાં મસ્તિષ્ક જ્વર વગેરેને સામેલ રહેવાની સંભાવના છે.

તેમને પૂછવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં કેટલી સીટો મળવાની આશા છે, રેલીના સ્થાનિક સંયોજક અને ભાજપના લોકસભા સભ્ય યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 'ઉત્તર પ્રદેશમાં ભાજપ બધી પાર્ટીઓ કરતાં સારું પ્રદર્શન કરશે. 'મીડિયા પ્રભારી સત્યેન્દ્ર સિંહાએ કહ્યું હતું કે બસો, ફોર વ્હિલર અને અન્ય વાહનોના પાર્કિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સામાન્ય વાહન વ્યવહાર પર અસર ન વર્તાઇ, નરેન્દ્ર મોદી અહીં ગુરૂવારે બપોરે હવાઇ મથક માર્ગ પર પહોંચવાની સંભાવના છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi will address a public rally in Gorakhpur in Uttar Pradesh on Thursday and in view of the security threat to him, seven additional companies of the Provincial Armed Constabulary have been sent to guard the rally venue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X