બિહારને વિશેષ દરજ્જો અપાવવા નીતિશની અધિકાર યાત્રા

આ રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પહોંચી ગયા છે. જેમાં નીતિશ કુમાર બિહારના લોકોનું સમર્થન મેળવીને કેન્દ્ર સરકાર પર રાજ્યને વિશેષ દરજ્જો આપવા દબાણ કરશે. આ દરજ્જાથી રાજ્યના આર્થિક વિકાસ માટે વિશેષ ફંડ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ રેલી માટે ગાંધી મેદાનમાં 150 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું મંચ ઉભું કરાયું છે. આ અંગે જદયુ નેતા સંજય ઝાએ જણાવ્યું કે "આ રેલી સવારે 10થી બપોરના ત્રણ વાગ્યા સુધી યોજાશે. તેનું ઇન્ટરનેટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે."












Click it and Unblock the Notifications
