For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનુ લાંબી માંદગી બાદ 67 વર્ષની ઉંમરે નિધન

વરિષ્ઠ પત્રકાર અને અભિનેત્રી મલ્લિકા દુઆના પિતા વિનોદ દુઆનુ આજે (શનિવારે) નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વરિષ્ઠ પત્રકાર અને અભિનેત્રી મલ્લિકા દુઆના પિતા વિનોદ દુઆનુ આજે (શનિવારે) નિધન થઈ ગયુ. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બિમાર હતા અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. અભિનેત્રી મલ્લિકા દુઆએ આ દુઃખદ સમાચાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને આપ્યા. તેમણે લખ્યુ, 'મારા નીડર અને અસાધારણ પિતા વિનોદ દુઆ હવે અમારી વચ્ચે નથી રહ્યા.'

Vinod Dua

મલ્લિકા દુઆ આગળ લખે છે કે તેમણે(વિનોદ દુઆ) અદ્વિતીય જીવન જીવ્યુ, દિલ્લીના શરણાર્થી કૉલોનીઓથી 42 વર્ષો સુધી તે પત્રકારત્વના ઉત્કૃષ્ટ શિખર સુધી આગળ વધારીને હંમેશા સત્ય બોલતા રહ્યા. તેઓ હવે મારી મા અને પ્રેમાળ પત્ની ચિન્ના સાથે સ્વર્ગમાં છે. હંમેશાની જેમ બંને ગીત ગીવુ, જમવુ, ફરીથી એક સાથે કરી શકશે. કાલે(5 ડિસેમ્બર) તેમના અંતિમ સંસ્કાર લોધી સ્મશાન ઘાટમાં થશે.

કોરોનાથી થયુ હતુ પત્નીનુ મોત

તમને જણાવી દઈએ કે મલ્લિકા દુઆની મા અને પત્રકાર વિનોદ દુઆના પત્ની ચિન્નાનુ નિધન કોરોના વાયરસની ચપેટમાં આવવાના કારણે થયુ હતુ. બીજી લહેર દરમિયાન વિનોદ દુઆ અને તેમના પત્ની ચિન્ના બંને કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. વિનોદ દુઆ તો મહામારી સામે લડીને ઘરે આવી ગયા પરંતુ તેમની પત્નીનુ નિધન થઈ ગયુ. વિનોદ દુઆ મીડિયા જગતનુ જાણીતુ નામ હતા. તેમણે દૂરદર્શન માટે પણ કામ કર્યુ હતુ. કોરોના સંક્રમણ બાદથી જ તેમની તબિયત ખરાબ રહેવા લાગી હતી. પત્ની ચિન્નાનુ નિધન ગુરુગ્રામની એક હૉસ્પિટલમાં ઈલાજ દરમિયાન થયુ હતુ.

English summary
Senior journalist Vinod Dua passes away confirms his daughter and actress Mallika Dua
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X