For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે વણઝારાના ખભે બંદૂક મૂકી મોદી પર નિશાન તાક્યું

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 5 સપ્ટેમ્બર : આજે એક વિસ્ફોટક ખુલાસામાં જાણવા મળી રહ્યું છે કે ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના ખાસ રહી ચુકેલા અને હાલ જેલમાં બંધ આઇપીએસ ઓફિસર ડી જી વણઝારાએ કરેલા 'પત્ર વિસ્ફોટ'ની તૈયારી છેલ્લા ચાર મહિનાથી કરવામાં આવી રહી હતી. નરેન્દ્ર મોદી સામે બગાવતની આ પટકથા લખવામાં બીજું કોઇ નહીં પણ કોંગ્રેસનો જ હાથ છે.

UPAના રણનીતિકારોની રણનીતિ

UPAના રણનીતિકારોની રણનીતિ

ગુજરાતના મુખ્‍યમંત્રી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને આ એક મોટો રાજકીય ધમાકો છે. જેને અત્‍યંત ગુપ્‍તતાથી યુપીએના રણનીતિકારોએ અંજામ આપ્‍યો છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ ચાલને અંજામ આપવાના ઇનામરૂપે વણઝારાને સરકારી ગવાહ (એપ્રુઅર) બનાવવાની પણ સીબીઆઇએ તૈયારી કરી લીધી છે. ટુંક સમયમાં જ કલમ-164 હેઠળ મેજીસ્‍ટ્રેટ નિવેદન પણ નોંધાવી લેવાશે. આવુ થયા બાદ મોદી અને તેમના અત્‍યંત વિશ્વાસુ ભાજપના મહામંત્રી અમિત શાહની મુશ્‍કેલી વધી શકે છે.

કેવી રીતે આયોજન કરાયું

કેવી રીતે આયોજન કરાયું

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ઇશરત જહાં, સોહરાબુદ્દીન, તુલસીરામ પ્રજાપતિ અને કૌશર બી સહિત ગુજરાતમાં થયેલ કથિત નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ કરી રહેલી સીબીઆઇને લગભગ ચાર મહિના પહેલા જ સરકારમાં ઉચ્‍ચ સ્‍તરેથી તપાસને તેના તાર્કિક અંજામ સુધી પહોંચાડવાની લીલીઝંડી મળી હતી. આ પહેલા કોંગ્રેસ નેતૃત્‍વ અને સરકારમાં ઉચ્‍ચ સ્‍તર પર આને લઇને લાંબી ચર્ચા ચાલતી રહી હતી કે, કથિત નકલી એન્‍કાઉન્‍ટરની તપાસને કયાં સુધી આગળ વધારવામાં આવે.

સીબીઆઇને અમર્યાદિત છૂટ

સીબીઆઇને અમર્યાદિત છૂટ

આ અંગે હિન્દી દૈનિક અમર ઉજાલાના વિનોદ અગ્નિહોત્રીના એક અહેવાલ અનુસાર વડાપ્રધાન અને પીએમઓના અધિકારીઓ આ મામલામાં ફુંકી-ફુંકીને ચાલવાની હિમાયત કરતા હતા અને આ મામલાના રાજકીય નફા-નુકસાનને આંકવાની પણ વાત કરતા હતા તો ચિદમ્‍બરમ, કપિલ સિબ્‍બલ અને સુશીલ શીંદે તપાસને કોઇપણ હદ સુધી લઇ જવાની છુટ સીબીઆઇને આપવાના પક્ષમાં હતા.

સોનિયા - અહેમદ પટેલે આપી લીલી ઝંડી

સોનિયા - અહેમદ પટેલે આપી લીલી ઝંડી

જયારે સોનિયા ગાંધી અને તેમના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ઉતાવળમાં એવું કોઇ પગલુ ઉઠાવવાના પક્ષમાં નહોતા જેનાથી ભાજપને રાજકીય રંગ આપવાની તક મળે તો બીજી તરફ ચર્ચિત દિગ્‍વિજયસિંહની સલાહ હતી કે વહેલામાં વહેલી તકે નક્કર કાર્યવાહી થાય કે જેથી લોકોમાં એક રાજકીય સંદેશ જઇ શકે. અનેક સ્‍તરે ચર્ચાઓ થયા બાદ નક્કી થયુ કે સીબીઆઇને પોતાની રીતે તપાસ આગળ વધારવાની છુટ આપવામાં આવે અને તે નક્કર પુરાવાઓ મેળવીને આગળ વધે.

સીબીઆઇ કોંગ્રેસનું પ્યાદું

સીબીઆઇ કોંગ્રેસનું પ્યાદું

અમર ઉજાલાના અહેવાલ અનુસાર સીબીઆઇ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ કેટલાક પોલીસ અધિકારીઓને વાદા માફ ગવાહ બનાવવાના પ્રયાસોમાં લાગી હતી. કુલ 32 આરોપીઓમાંથી અત્‍યાર સુધી લગભગ એક ડઝન પોલીસ કર્મચારીઓના સોગંદનામા લેવામાં આવ્‍યા છે.

એક પછી એક નિશાન તાક્યા

એક પછી એક નિશાન તાક્યા

સીબીઆઇને પ્રથમ સફળતા ત્‍યારે મળી કે જયારે ઇશરત જહાં મામલાના એક આરોપી આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલે અંતરાત્‍માના અવાજ પર પોતાના સાથી કર્મચારીઓ સાથે બગાવત કરીને આ એન્‍કાઉન્‍ટર અંગે સાચુ નિવેદન આપ્‍યું હતું. સિંઘલને જામીન પણ મળી ગયા અને તે પછી અન્‍ય એક આરોપી પોલીસ ઓફિસર કિશોરસિંહ મોતીસિંહ વાઘેલાએ પણ પોતાનું નિવેદન નોંધાવ્‍યુ. આ નિવેદનમાં સફેદ દાઢી અને કાળી દાઢી તરફથી ગ્રીન સિગ્નલ મળવાનો ખુલાસો થયો હતો.

વણઝારાને કોંગ્રેસ આપશે ઇનામ

વણઝારાને કોંગ્રેસ આપશે ઇનામ

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે મોદીની નજીકના ગણાતા વણઝારાને લઇને સીબીઆઇ સતત ઉહાપોહમાં રહી હતી. જયારે તેને વણઝારાના નજીકના સુત્રોથી સંકેત મળ્‍યા કે જેલમાં પરેશાન વણઝારા તુટી શકે છે તો પારિવારિક સુત્રો અને મિત્રો થકી તેમનો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો. એન્‍કાઉન્‍ટર ઉપર થયેલી રાજનીતિથી પરેશાન વણઝારાએ સરકારી ગવાહ બનવાનું આશ્વાસન મળ્‍યા બાદ પોતાના રાજીનામાનો ધડાકો કર્યો હતો.

CBIનું આશ્વાસન મળ્યા બાદ વણઝારાનો રાજીનામાનો ધડાકો

જેલમાં બંધ વણઝારા તુટી ચુકયા છે તેવુ લાગતા સીબીઆઇએ તેમનો પારિવારિક સુત્રોની મદદથી સંપર્ક સાધ્‍યો. પાટો બદલી ચુકેલા કેટલાક આરોપી પોલીસ કર્મચારીઓએ પણ વણઝારાને તૈયાર કરવામાં મદદ કરી હતી. એન્‍કાઉન્‍ટરો ઉપર થયેલી રાજનીતિથી પરેશાન અને તુટી ચુકેલા વણઝારાને સરકારી ગવાહ બનાવવાનું આશ્વાસન મળ્‍યા બાદ તેમણે રાજીનામાનો ધડાકો કર્યો હતો.

ગુજરાતના મુખ્‍યમંત્રી અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના સંભવિત વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લઇને આ એક મોટો રાજકીય ધમાકો છે. જેને અત્‍યંત ગુપ્‍તતાથી યુપીએના રણનીતિકારોએ અંજામ આપ્‍યો છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે આ ચાલને અંજામ આપવાના ઇનામરૂપે વણઝારાને સરકારી ગવાહ (એપ્રુઅર) બનાવવાની પણ સીબીઆઇએ તૈયારી કરી લીધી છે. ટુંક સમયમાં જ કલમ-164 હેઠળ મેજીસ્‍ટ્રેટ નિવેદન પણ નોંધાવી લેવાશે. આવુ થયા બાદ મોદી અને તેમના અત્‍યંત વિશ્વાસુ ભાજપના મહામંત્રી અમિત શાહની મુશ્‍કેલી વધી શકે છે.

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ઇશરત જહાં, સોહરાબુદ્દીન, તુલસીરામ પ્રજાપતિ અને કૌશર બી સહિત ગુજરાતમાં થયેલ કથિત નકલી એન્‍કાઉન્‍ટરની તપાસ કરી રહેલી સીબીઆઇને લગભગ ચાર મહિના પહેલા જ સરકારમાં ઉચ્‍ચ સ્‍તરેથી તપાસને તેના તાર્કિક અંજામ સુધી પહોંચાડવાની લીલીઝંડી મળી હતી. આ પહેલા કોંગ્રેસ નેતૃત્‍વ અને સરકારમાં ઉચ્‍ચ સ્‍તર પર આને લઇને લાંબી ચર્ચા ચાલતી રહી હતી કે, કથિત નકલી એન્‍કાઉન્‍ટરની તપાસને કયાં સુધી આગળ વધારવામાં આવે.

આ અંગે હિન્દી દૈનિક અમર ઉજાલાના વિનોદ અગ્નિહોત્રીના એક અહેવાલ અનુસાર વડાપ્રધાન અને પીએમઓના અધિકારીઓ આ મામલામાં ફુંકી-ફુંકીને ચાલવાની હિમાયત કરતા હતા અને આ મામલાના રાજકીય નફા-નુકસાનને આંકવાની પણ વાત કરતા હતા તો ચિદમ્‍બરમ, કપિલ સિબ્‍બલ અને સુશીલ શીંદે તપાસને કોઇપણ હદ સુધી લઇ જવાની છુટ સીબીઆઇને આપવાના પક્ષમાં હતા.

જયારે સોનિયા ગાંધી અને તેમના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ઉતાવળમાં એવું કોઇ પગલુ ઉઠાવવાના પક્ષમાં નહોતા જેનાથી ભાજપને રાજકીય રંગ આપવાની તક મળે તો બીજી તરફ ચર્ચિત દિગ્‍વિજયસિંહની સલાહ હતી કે વહેલામાં વહેલી તકે નક્કર કાર્યવાહી થાય કે જેથી લોકોમાં એક રાજકીય સંદેશ જઇ શકે. અનેક સ્‍તરે ચર્ચાઓ થયા બાદ નક્કી થયુ કે સીબીઆઇને પોતાની રીતે તપાસ આગળ વધારવાની છુટ આપવામાં આવે અને તે નક્કર પુરાવાઓ મેળવીને આગળ વધે.

અમર ઉજાલાના અહેવાલ અનુસાર સીબીઆઇ છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ કેટલાક પોલીસ અધિકારીઓને વાદા માફ ગવાહ બનાવવાના પ્રયાસોમાં લાગી હતી. કુલ 32 આરોપીઓમાંથી અત્‍યાર સુધી લગભગ એક ડઝન પોલીસ કર્મચારીઓના સોગંદનામા લેવામાં આવ્‍યા છે.

સીબીઆઇને પ્રથમ સફળતા ત્‍યારે મળી કે જયારે ઇશરત જહાં મામલાના એક આરોપી આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલે અંતરાત્‍માના અવાજ પર પોતાના સાથી કર્મચારીઓ સાથે બગાવત કરીને આ એન્‍કાઉન્‍ટર અંગે સાચુ નિવેદન આપ્‍યુ હતુ. સિંઘલને જામીન પણ મળી ગયા અને તે પછી અન્‍ય એક આરોપી પોલીસ ઓફિસર કિશોરસિંહ મોતીસિંહ વાઘેલાએ પણ પોતાનું નિવેદન નોંધાવ્‍યુ. આ નિવેદનમાં સફેદ દાઢી અને કાળી દાઢી તરફથી ગ્રીન સિગ્નલ મળવાનો ખુલાસો થયો હતો.

સુત્રોના જણાવ્‍યા પ્રમાણે મોદીની નજીકના ગણાતા વણઝારાને લઇને સીબીઆઇ સતત ઉહાપોહમાં રહી હતી. જયારે તેને વણઝારાના નજીકના સુત્રોથી સંકેત મળ્‍યા કે જેલમાં પરેશાન વણઝારા તુટી શકે છે તો પારિવારિક સુત્રો અને મિત્રો થકી તેમનો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો. એન્‍કાઉન્‍ટર ઉપર થયેલી રાજનીતિથી પરેશાન વણઝારાએ સરકારી ગવાહ બનવાનું આશ્વાસન મળ્‍યા બાદ પોતાના રાજીનામાનો ધડાકો કર્યો હતો.

English summary
Sensational outburst : Congress's hand behind Vanzara 'letter blast'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X