For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલગતાવાદી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન, કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ

જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. તહરીક એ હુર્રિયતના નેતાએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું બુધવારના રોજ મોડી રાત્રે નિધન થયું હતું. તહરીક એ હુર્રિયતના નેતાએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને તેમના મૃત્યુ વિશે માહિતી આપી હતી. પોતાના ટ્વીટમાં દુઃખ વ્યક્ત કરતા મહેબૂબાએ તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Syed Ali Shah Gilani

PDP પ્રમુખે ટ્વીટ કર્યું કે, ગિલાની સાહેબના નિધનના સમાચારથી હું દુઃખી છું. આપણે મોટાભાગની બાબતો પર સહમત ન હોઈએ, પરંતુ હું તેમના નિશ્ચય માટે અને તેમની માન્યતાઓ પર અડગ રહેવા બદલ તેમનો આદર કરું છું. અલ્લાહ સર્વશક્તિમાન તેમને જન્નત બક્ષે અને તેમના પરિવાર અને શુભેચ્છકો પ્રત્યે સહાનુભૂતિ આપે.

બુધવારની રાત્રે શ્રીનગરના હૈદરપોરા સ્થિત સૈયદ અલી શાહ ગિલાનીના ઘરે રાત્રે લગભગ 10.35 વાગ્યે તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય કે, કાશ્મીરી નેતા ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર, 1929ના રોજ બાંદીપુરમાં થયો હતો. તેમને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફી કાશ્મીરી અલગતાવાદી નેતા હતા.

પોલીસે કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરના IGP વિજય કુમારે પરિસ્થિતિને જોતા ખીણમાં અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે, જેમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ગિલાનીના મૃત્યુ બાદ ઘાટીમાં પરિસ્થિતિને જોતા પોલીસે ઇન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ ઘાટીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હાલ ઘાટીમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. કેટલાક વરિષ્ઠ હુર્રિયત નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યા છે. મુખ્તાર અહમદ રઝાની દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, સૈયદ અલી શાહ ગિલાની 1972, 1977, 1987માં ત્રણ વખત સોપોર વિધાનસભામાંથી ચૂંટાયા હતા.

ઉલ્લેખનીય છે કે, સૈયદ અલી શાહ ગિલાની ખીણમાં મોટા અલગતાવાદી નેતા હતા, તેમને લાંબા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. તેમણે ગત વર્ષે હુર્રિયત અને રાજકારણમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. એવું માનવામાં આવે છે કે, ગિલાનીનો અંતિમવિધિ 2 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. આ અગાઉ માર્ચ 2018માં પણ ગિલાનીને હાર્ટ એટેક આવ્યો હતો.

English summary
Syed Ali Shah Geelani, a separatist Hurriyat leader from Jammu and Kashmir, died late Wednesday night. The Tehreek-e-Hurriyat leader breathed his last at the age of 92.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X