ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર....

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

"આપ"ના નેતા સોમનાથ ભારતીએ કર્યું આત્મસમર્પણ

ઘરેલુ હિંસામાં ફરાર અને આપ નેતા સોમનાથ ભારતીએ આખરે સોમવારે સાંજે સરેન્ડર કરી દીધુ છે. સરેન્ડર કરતી વખતે તેમણે મિડીયાને જણાવ્યું હતુ કે તેઓ મિડીયાનું સન્માન કરે છે. તેઓ કાયદાથી ભાગી નથી રહ્યાં પણ લોકશાહીમાં દરેકને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, અને તે પણ તે જ કરી રહ્યા હતા. કાયદાનું સન્માન કરૂં છું એટલે જ સુપ્રિમ કોર્ટના ઓર્ડર પર આજે સરેન્ડર કરવા આવ્યો છું.

"એથિકલ હેકર" અંકિત ફાડિયા ડીઝીટલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર!

દેશના પ્રસિદ્ધ એથિકલ હેકર અંકિત ફાડીયાએ દાવો કર્યો છેકે મોદી સરકારે તેમની મહત્વકાંક્ષી યોજના ડીઝીટલ ઇન્ડિયા માટે તેમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. અંકિતે પોતાના ફેસબુક અને ટ્વિટર અકાઉન્ટ પર કેટલાક લેટર અને ફોટો પોસ્ટ કર્યાં છે. જેનાથી લાગે છે કે અંકિતને ડીઝીટલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

ધર્મશાલા પહોંચી ટીમ ઇન્ડિયા, કોહલીએ શેર કરી સેલ્ફી

ધર્મશાલા પહોંચી ટીમ ઇન્ડિયા, કોહલીએ શેર કરી સેલ્ફી

2 ઓક્ટોબરથી સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઇન્ડિયા જીતના તમામ પ્રયાસો કરી રહી છે .ટીમ હાલમાં બુટઅપ કરવાના હેતુથી ધર્મશાલા પહોંચી ચૂકી છે. જ્યાં ટીમ ઇન્ડિયા બુટ કેમ્પમાં ભાગ લેશે.

શિક્ષાના મંદિરમાં શિક્ષકની અશ્લિલ હરકત

શિક્ષાના મંદિરમાં શિક્ષકની અશ્લિલ હરકત

ઉત્તરપ્રદેશની સરકારી શાળાઓનું સ્તર કેટલી હદ સુધી કથળેલું છે તે સૌ કોઇ જાણે જ છે. યુપીના બરેલી જિલ્લાના બડાગામ વિસ્તારની એક પ્રાથમિક શાળામાં ત્રીજા અને ચોથા ધોરણની છાત્રાઓને એક શિક્ષકે અશ્લિલ ગીતો અને વિડીયો બતાવ્યા અને વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન પણ કર્યું. પ્રાથમિક શાળાના શિક્ષકની આ હરકત પ્રકાશમાં આવવાથી તમામ શાળાઓ પર અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.

સ્વચ્છ ભારત અભિયાનના સમર્થનમાં સચિન બન્યા સીંગર

સ્વચ્છ ભારત અભિયાનના સમર્થનમાં સચિન બન્યા સીંગર

ક્રિકેટના ભગવાનના નામે જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હવે ગાયકના રૂપમાં જોવા મળશે. આ અંગેની તસવીરોને ટ્વિટર પર પોસ્ટ કરીને સચિને ટ્વિટ કર્યું છેકે પીએમ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને સમર્થન આપવા માટે તેઓ પોતાનો અવાજ આપી રહ્યા છે. તમને જણાવી દઇકે સોશ્યિલ મિડીયા પર તેમની આ તસવીરોને ખાસ્સી લોકપ્રિયતા મળી રહી છે.

જાહેરમાં શિક્ષિકાની માંગ ભરી, વિરોધ કરતા કરી પીટાઇ

જાહેરમાં શિક્ષિકાની માંગ ભરી, વિરોધ કરતા કરી પીટાઇ

ઉત્તરપ્રદેશમાં એક રોમિયોએ જાહેરમાં એવી હરકત કરી કે જોનાર સૌ કોઇ આશ્ચર્યમાં પડી ગયા. ગોરખપુર જિલ્લાના મુતાબિકમહરાજગંજ વિસ્તારમાં જાહેરમાં એક રોમિયોએ શિક્ષીકાની માંગ ભરી દીધી, જ્યારે શિક્ષીકાએ આ અંગે વિરોધ કર્યો તો તેને ખરાબ રીતે મારવામાં આવી. આ ઘટનાથી હાલમાં શિક્ષીકા ઘણી જ સ્તબ્ધ છે. હાલમાં આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આશા ભોસલેના દિકરાનું નિધન

આશા ભોસલેના દિકરાનું નિધન

પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેના દિકરા હેમંતનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. મહત્પૂર્ણ છેકે હેમંત ભોસલે એક મ્યુઝિક કંપોઝર હતા. છેલ્લા લાંબા સમયથી કેન્સરની બિમારીની સારવાર લઇ રહ્યાં હતા.

મુંબઇની તાજ હોટેલ અને એરપોર્ટ પર બોમ્બની વાતથી પોલીસ સતર્ક

મુંબઇની તાજ હોટેલ અને એરપોર્ટ પર બોમ્બની વાતથી પોલીસ સતર્ક

મુંબઇની પ્રખ્યાત તાજ હોટેલ, અને એરપોર્ટ પર બોમ્બ પ્લાન્ટ થયાની વાતને લઇને બોમ્બે પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. કોઇ અજાણ્યા શખ્સે આ અંગે સવારે ફોન કરીને માહિતી આપી હતી. આ ફોન આવ્યાં બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સતર્ક બની ગયા છે.

સ્વદેશી INS કોચ્ચી યુદ્ધપોત તૈયાર

સ્વદેશી INS કોચ્ચી યુદ્ધપોત તૈયાર

વધુ એક સ્વદેશી યુદ્ધપોત INS કોચ્ચી ભારતીય સેનાને મજબૂતી આપવા માટે તૈયાર થઇ ગયુ છે. રક્ષામંત્રી મનોહર પર્રીકર આવતીકાલે મુંબઈ સ્થિત નૌસેના ડૉકયાર્ડમાં તેનું જલાવતરણ કરશે.

BCCIમાં શશાંક મનોહર લેશે દાલમિયાનું સ્થાન

BCCIમાં શશાંક મનોહર લેશે દાલમિયાનું સ્થાન

જે અનુમાન હતુ તેવા જ સમાચાર મળી રહ્યાં છે. જી હા, શશાંક મનોહર જ BCCIના નવા અધ્યક્ષ બનશે. આ અંગે BCCI સચિવ અનુરાગ ઠાકુરે આજે મિડીયા સાથે વાતચીત કરી હતી. સચિવે જણાવ્યું હતુ કે શશાંક મનોહર અધ્યક્ષ પદ માટે એકલા જ ઉમેદવાર હશે, અને તેમનું અધ્યક્ષ તરીકે ચૂંટાવુ નક્કી જ છે.

બિહારમાં ચૂંટણીનો ધમધમાટ

બિહારમાં ચૂંટણીનો ધમધમાટ

બિહારનો ચૂંટણી જંગ જીતવા માટે દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે બિહારના મુખ્યપ્રધાને ભાગલપુરના સુલતાન ગંજમાં ચૂંટણીસભાને સંબોધન કર્યું હતુ. આ સભામાં લાખોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

દેશનો પહેલો એસ્ટ્રોસેટ ઉપગ્રહ PSLV-C30 લોન્ચ

દેશનો પહેલો એસ્ટ્રોસેટ ઉપગ્રહ PSLV-C30 લોન્ચ

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)એ દેશને ગૌરવની ક્ષણ પ્રદાન કરી છે. શ્રી હરિકોટામાં ઇસરોની ટીમે ભારતના એસ્ટ્રોસેટ સહિત સાત ઉપગ્રહને લઇને જવાવાળા રોકેટનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. સાત ઉપગ્રહોને લઇને જવાવાળા આ રોકેટે શ્રી હરિકોટાથી ગઇકાલે સવારે ઉડાન ભરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X