For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ પરિવારના સાત સભ્યો ટાવર પર ચઢી ગયા!!!

|
Google Oneindia Gujarati News

mobile-tower
ભીલવાડા, 1 જુલાઇ : રાજસ્થાનમાં આવેલા ભીલવાડા શહેરના કાશીપુરી વિસ્તારમાં આજે સવારે ભારે ભીડ જામી હતી. લોકોમાં ફિલ્મ શોલેમાં પાણીની ટાંકી પર ચઢી જઇને તમાશો કરી રહેલા ધર્મેન્દ્રનો સીન ચર્ચાઇ રહ્યો હતો. કાશીપુરીમાં પણ આવો જ સીન સર્જાયો હતો. પણ આ સીન વધારે ગભરામણ પેદા કરનારો હતો કારણ કે અહીં પાણી નહીં પણ મોબાઇલ ટાવર પણ કોઇ શરાબી નહીં પણ એક જ પરિવારના સાત સભ્યો ચઢી ગયા હતા.

આ સભ્યોમાં ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરુષોનો સમાવેશ થતો હતો. આ તમાશો લગભગ છ કલાક ચાલ્યો હતો. અનેક લોકોની સમજાવટ બાદ છ કલાકે આ પરિવારના સભ્યો મોબાઇલ ટાવર પરથી નીચે ઉતરવા માટે તૈયાર થયા હતા.

બન્યું એમ હતું કે આજે સવારે 7 વાગે કાશીપુરીમાં રહેતા શંકરલાલ અને તેમના પરિવારના સભ્યો ઘરની પાસે આવેલા મોબાઇલ ટાવર પર ચઢી ગયા હતા. મોબાઇલ ટાવર પર ચઢીને તેમણે તાજેતરમાં મ્યુનિસિપાલિટીમાં થયેલી સફાઇ કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા રદ કરવાની માંગણી કરી હતી.

આ દરમિયાન સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસકર્મીઓ તાબડતોબ દોડી આવ્યા હતા. આ સાથે ફાયબ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી. જો કે આ પરિવાર કોઇની સમજાવટથી નહીં માનતા છેવટે કોર્પોરેશનના કમિશનર, વાલ્મિકી સમાજના પદાધિકારીઓ અને એસડીએમ સિટી પણ પહોંચ્યા હતા.

અનેક સમજાવટ છતાં એકના બે નહીં થતાં સત્તાધિકારીઓએ તેમને તેમની માંગ પર યોગ્ય પ્રક્રિયા કરવાનું આશ્વાસન આપતા તેઓ નીચે ઉતરવા માટે રાજી થયા હતા. સફાઇ કર્મીઓની ભરતીમાં જેમને સ્થાન નથી મળ્યું તે લોકો ઘણા નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

English summary
Seven members of family climbed on mobile tower in Rajasthan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X