For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં 7 માળની ઇમારત જમીન દોસ્ત બની, ઘણા ફસાયા

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 14 માર્ચ: મુંબઇના વાકોલામાં સાત માળની ઇમારત ધરાસાઇ થઇ ગઇ છે. ઇમારતના કાટમાળમાં ઘણા લોકોના ફસાઇ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ગાડી અને બીએમસી ડિજાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

બીએમસીનો દાવો છે કે જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે બિલ્ડિંગ ખાલી હતી, જેના કારણે ઓછું નુકસાન થવાની આશંકા છે. પરંતુ આસ પાસ રહેનારા લોકોનું કહેવું છે કે બિલ્ડિંગના પહેલા માળે બે-ત્રણ પરિવાર રહેતા હતા, માટે તેઓ બિલ્ડિંગમાં ફસાયેલા હોવાની આશંકા છે.

બિલ્ડિંગ પાસે આવેલી ચાલી પર ધરાસાઇ થઇ છે માટે જાનમાલનું નુકસાનીથી ઇનકાર કરી શકાય નહી. હાલમાં રાહત અને બચાવકાર્યનું કામ શરૂ કરી દેવાયું છે. 150થી વધારે રાહત કર્મચારીઓ બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ વિસ્તાર ખૂબ જ ગીચ છે જેના કારણે બચાવ કામગીરીમાં ખૂબ જ મુશ્કેલી આવી રહી છે. શરૂઆતી તપાસમાં હજી સુધી કેટલાં લોકો અંદર ફસાયેલા છે, તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ બચાવ દળ લોકોને જલદી બહાર નીકાળવાનું કામ કરી રહી છે.

હજી સુધી ઇમારત ધસી પડવાનું કારણ જાણી શકાયું નથી. ઘટના આજ સવારની છે અચાનક આ સાત માળની ઇમારત પત્તાના મહેલની જેમ પળવારમાં ધસી પડી. રાહત દળ સૂચના મેળવતા તુરંત ઘટના સ્થળે આવી ગયું હતું. ફાયર બ્રિગેડની 10 ગાડિયા રેસ્ક્યૂમાં લાગી ગઇ છે.

mumbai
English summary
A seven-storey residential building collapsed in suburban Santacruz here today, with many persons feared trapped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X