For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ના ત્રણ ડઝન કાર્યકર્તા ભાજપમાં જોડાયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાનપુર, 24 ડિસેમ્બર: કાનપુરમાં આમ આદમી પાર્ટીના ત્રણ ડઝન કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ગયા છે. ભાજપનો દાવો છે કે આ લોકો નરેન્દ્ર મોદીના સ્વરાજ અને વોટ ફૉર ઇન્ડિયાના નારાથી પ્રભાવિત થઇને પાર્ટીમાં આવ્યા છે.

ભાજપના જણાવ્યા અનુસાર આગામી 15 દિવસોમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના કેટલાય નેતા અને કાર્યકર્તા પાર્ટીમાં જોડાશે. કાનપુર ભાજપના અધ્યક્ષ સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી કાનપુરની સંસ્થાપક સભ્ય ડૉક્ટર લીના સિંહના નેતૃત્વમાં ત્રણ ડઝન આપ કાર્યકર્તા ભાજપમાં જોડાઇ ગયા છે. તેમને પાર્ટીની પ્રાથમિકી સભ્યપદ આપવાઅમાં આવ્યું છે.

પાર્ટીએ આ બધા કાર્યકર્તાઓને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સ્વરાજ અને વોટ ફૉર ઇન્ડિયાના નારા પ્રત્યે આસ્થા વ્યક્ત કરી અને લોકસભાની ચૂંટણીમાં તનતોડ મગેનત કરવાનો વાયદો કર્યો.

bjp-arvind

સુરેન્દ્ર મૈથાનીએ કહ્યું હતું કે આ કાર્યકર્તાઓએ સામેલ થઇ સાબિત થઇ ગયું છે કે પાર્ટીની લોકપ્રિયતા હવે સમાજના દરેક વર્ગમાં ઝડપથી ફેલાઇ રહી છે અને સામાન્ય પ્રજા આ વખતે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવા માંગે છે.

તેમને દાવો કર્યો હતો કે આગામી 15 દિવસોમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટીના કેટલાય નેતાઓ અને કાર્યકર્તાએ ભાજપમાં જોડાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે એટલા માટે ટૂંક સમયમાં આ સમારોહનું આયોજન કરવામાં આવશે જેમાં આ કાર્યકર્તાઓ પણ પાર્ટીની સદસ્યતા આપવામાં આવશે.

English summary
Several Aam Aadmi Party leaders and workers and those from CPI(M), CPI and BSP joined BJP at a function held in the party office today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X