For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનમાં ગુર્જરોનું અનામત આંદોલન ફરીથી શરૂ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા, 4 ટ્રેનો રદ

રાજસ્થાનમાં ગુર્જરોએ 5 ટકા અનામતની પોતાની માંગ માટે શુક્રવારે ફરીથી પોતાનુ આંદોલન શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ગુર્જરોએ 5 ટકા અનામતની પોતાની માંગ માટે શુક્રવારે ફરીથી પોતાનુ આંદોલન શરૂ કરી દીધુ છે. જે હેઠળ ગુર્જર નેતા કિરોડી સિંહ બેંસલા શુક્રવારે સાંજે પોતાના સમર્થકો સાથે સવાઈ માધોપોરમાં રેલવે પાટા પર બેસી ગયા. ગુર્જર આંદોલનના કારણે જયપુર જતી 4 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. 7 ટ્રેનોનો માર્ગ બદલી દેવામાં આવ્યો છે. આનાથી સવાઈ માધોપુર બયાના ખંડ પર અમુક ટ્રેનો પ્રભાવિત થઈ છે.

train

આ દરમિયાન રાજ્ય સરકારે આંદોલનકારીઓ સાથે વાતચીત માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે જે ગુર્જર નેતાઓ સાથે વાતચીત કરીને સમાધાન શોધવાનો પ્રયત્ન કરશે. ગુર્જર આંદોલનના કારણે રાજસ્થાનના સવાઈ માધોપુર અને બયાના જંક્શન રેલ સેક્શન વચ્ચે રેલ વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત છે. વળી, દીલ્લીથી મુંબઈ રૂટ પર ચાલતી 22 ટ્રેનો પણ આ આંદોલનના કારણે પ્રભાવિત થઈ છે. આ સ્થિતિને જોતા ત્યાં બે ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે અને 20 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. રેલવે મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર (0744-2467153, 0744-2467149) જાહેર કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં ગુર્જર સમાજને રિઝર્વેશન આપવાની વાત કરી હતી પરંતુ વાતચીત માટે 20 દિવસનું અલ્ટીમેટમ આપવા છતાં તેમને વાતચીત માટે બોલાવવામાં આવ્યા નથી. નારાજ ગુર્જર સમાજ આ માંગ માટે શુક્રવારે સાંજે મહાપંચાયત બાદ આંદોલનનું એલાન કર્યુ. ગુર્જર નેતા કર્નલ કિરોડી સિંહ બેંસલા ગુર્જરોનું નેતૃત્વ કરી રહ્યા છે. આંદોલનના કારણે સવાઈ માધોપુર અને બયાના જંક્શન રેલ સેક્શન વચ્ચે વાહન વ્યવહાર પ્રભાવિત છે.

આ પણ વાંચોઃ ભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદીઆ પણ વાંચોઃ ભરોસો રાખો, ત્રણ તલાક કાયદાને હટવા નહિ દઈએઃ જલપાઈગુડીમાં પીએમ મોદી

English summary
sevral trains cancelled and many train diverted due to gujjar reservation movement in rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X