સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, વિદેશી છોકરીનો પણ થતો હતો સોદો

સિકંદરા-બોદલા રોડ સ્થિત હોટલ કિશન કાન્હામાં સેક્સ રેકેટ ચાલતું હોવાની માહિતી મળતાં શુક્રવારે પોલીસે રેડ પાડીને યુવતિ અને ચાર લોકોની ધરપકડ કરી લીધી હતી. એસએસપી સુભાષ ચંદ્ર દુબેએ જણાવ્યું હતું કે સેક્સ રેકેટ ચલાવનાર આશીષ અગ્રવાલ ઉર્ફે આશૂ તાજગંજના ધાંધૂપુરાનો રહેવાસી છે. બુંદૂ કટરા નિવાસી મનોજ ગુપ્તા તેનો ભાગીદાર છે. નગલા પદીના નિરાલા નગર નિવાસી શંભૂ સક્સેના અને બ્લ્કેશ્વર નિવાસી શેખર શર્મા પણ રેકેટમાં ભાગીદાર છે.
પોલીસે આ ચાર વ્યક્તિઓ તથા દિલશાહ ગાર્ડન નિવાસી 22 વર્ષીય યુવતિની પણ ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળેથી મળી આવેલા 12 મોબાઇલોમાંથી ચાર આશૂના છે. એસએસપીએ જણાવ્યું હતું કે રેકેટના શહેરમાં લગભગ 25 એજન્ટ છે. તેમના માધ્યમથી પ્રમુખ હોટલો સાથે ધનિકો પાસેથી પણ છોકરીઓની ડિમાન્ડ આવતી હતી. આશૂ અને મનોજ ગુપ્તાના હાથમાં દિલ્હી, નોઇડા, ગાજિયાબાદ સહિત દેશના અન્ય મુખ્ય શહેરોની ડઝનબંધ યુવતિઓ પણ હતી. તેમના ફોટા આશૂના મોબાઇલમાં સેવ હતા. તે બતાવીને ગ્રાહકો સાથે ડીલ નક્કી કરવામાં આવતી હતી.
એસએસપીએ જણાવ્યું હતું કે આરોપીઓ વિરૂદ્ધ સિકંદરા પોલીસમથકમાં દેહ વ્યાપાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમના પર ગેંગસ્ટર લાગશે તથા હોટલો પણ સીલ કરવામાં આવશે.
હાઇ પ્રોફાઇલ રેકેટના સંચાલક આશૂના સંપર્કમાં દિલ્હી અને નોઇડાની 60 યુવતિઓ છે. ઉજબેકિસ્તાનની બે છોકરીઓને પણ ઓન ડિમાન્ડ બોલાવવામાં આવતી હતી. દિલ્હીથી પાંચ-છ દિવસ માટે યુવતિઓને 15-20 હજાર પેકેજ આપવામાં આવતું હતું, જ્યારે ઉજબેકિસ્તાનની યુવતિઓને એક દિવસના 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. પેકેજ પર આવનારી યુવતિઓને સિકંદરા વિસ્તારની હોટલોમાં રોકવામાં આવતી હતી.












Click it and Unblock the Notifications
