For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ રેકેટનો થયો પર્દાફાશ, બે કૉલગર્લ સહિત 6ની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

દહેરાદુન, 27 જુલાઇ: ત્યાગી રોડ સ્થિત અતિથિ હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ કરતાં પોલીસે દહેરાદુનની રહેવાસી બે કૉલગર્લ તથા ગેંગની સાગરિત મહિલા સહિત છની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં હોટલ મેનેજર તથા કોટદ્વાર નિવાસી બે ગ્રાહકોનો સમાવેશ થાય છે. આરોપીઓ પર અનૈતિક દેહ વ્યાપારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમને કોર્ટમાં હાજર કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ સેક્સ રેકેટ ત્યાગી રોડ પર આવેલ અતિથિ હોટલમાં ચાલી રહ્યું હતું. સીઓ સિટી હરીશચંદ્ર સતીને માહિતી મળી હતી કે હોટલમાં સેક્સ-રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. સીઇઓએ કોતવાલી તથા લક્કીબાગ પોલીસ ચોકીની ટીમો બનાવીને હોટલમાં રેડ પાડી. રેડ દરમિયાન બે યુગલો આપત્તિજનક સ્થિતીમાં રૂમમાંથી મળી આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર બંને યુવતિઓ કૉલગર્લ હતી, જ્યારે તેમની સાથે હાજર યુવક કોટદ્વારનો રહેવાસી છે. પોલીસે ચારેયની ધરપકડ કરી લીધી છે. સાથે જ હોટલના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે કૉલગર્લની બાતમીના આધારે સાગરિત મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

સીઓ સતીએ આરોપીના નામ સૌરભ કુમાર તથા અમન ગોયલ નિવાસી કાશીરામપુર કોટદ્વારનો રહેવાસી છે. આરોપી હોટલ મેનેજરનું નામ આનંદ બિષ્ટ છે. એક કૉલગર્લ દેહરાદુનના એમડીડીએ ડાલનવાલા, જ્યરે બીજી વાણી વિહારની રહેવાસી છે. ગેંગની સાગરિત મહિલા કેનાલ રોડ રાજપુરની રહેવાસી છે.

પોલીસે જણાવ્યું હતું કે સૌરભ અને અમન ગ્રાહક હતા. સૌરભ પ્રૉપર્ટી ડીલર છે, જ્યારે અમન ગાડી ચલાવે છે. બંને એક સંપત્તિના સોદા માટે દહેરાદુન આપ્યા હતા. પોલીસ સાગરિતના બાકીના સભ્યોની શોધ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર સેક્સ-રેકેટના સંચાલકનું નામ રાશિદ છે. આ વ્યક્તિ કૉલગર્લ બુક કરીને ગ્રાહકો સુધી પહોંચાડતો હતો. રાશિદને શોધવા માટે કેટલાક સ્થળોએ રેડ પાડવામાં આવી પરંતુ તે હજુ સુધી ફરાર છે.

English summary
Police busted a sex racket on Thursday and arrested six persons, including 2 women, from Atithi hotel near Tyadi Road.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X