For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Shaheen Bagh: ગોળી ચલાવનાર કપિલે દોસ્તાર પાસેથી ઉધાર લીધી હતી બંદૂક, પિતા ચૂંટણી લડી ચૂક્યા છે

Shaheen Bagh: ગોળી ચલાવનાર કપિલે દોસ્તાર પાસેથી ઉધાર લીધી હતી બંદૂક, પિતા ચૂંટણી લડી ચૂક્યા છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂન અને NRCને લઈ પાછલા દોઢ મહિનાથી શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે પરંતુ આ વિરોધ પ્રદર્શનમાં સનસની મચી ગઈ જ્યારે શનિવારે એક હુમલાખોરે ત્યાં ગોળી ચલાવી દીધી, ઘટના શાહીનબાગમાં જસોલા નાલે પાસે બની, જો ક સૂચના મળતા જ પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી, પોલીસ સ્ટેશને લઈ જઈ પોલીસે તેની પૂછપરછ કરી.

કપિલ ગુર્જરે ફાયરિંગ કર્યું

કપિલ ગુર્જરે ફાયરિંગ કર્યું

આ વિશે પોલીસે મીડિયાને જણાવ્યું કે હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો તે શખ્સનું નામ કપિલ ગુર્જર છે અને તે પૂર્વી દિલ્હીના દલ્લૂપુરા ગામનો રહેવાસી છે અને તે પોતાના મિત્રની બંદૂક ઉધાર લઈ શાહીન બાગ પહોંચ્યો હતો, જ્યાં તેણે ગોળી ચલાવી, તેણે કહ્યું કે તેના પોતાના જ દેશમાં કેવી રીતે કેટલાક મુઠ્ઠીભર લોકોએ શાહીન બાગમાં રસ્તા પર કબ્જો જમાવ્યો છે, તેને એ વાતનો ગુસ્સો હતો અને તે રસ્તો ખોલાવવા માટે ત્યાં પહોંચ્યો હતો. કપિલ ગુર્જરે જણાવ્યું કે તે ઓટો લઈ ત્યાં પહોંચ્યો અને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા.

કપિલન પિતા બીએસપી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે

જ્યારે કપિલ ગુર્જરની આ હરકતથી તેનો પરિવાર દંગ રહી ગયો, પરિજનોનું કહેવું છે કે તેમને ટીવી દ્વારા જ આ સમાચાર મળ્યા, કપિલ ગુર્જરના ગામવાળાઓનું કહેવું છે કે તે બહુ શાંત રહેતો માણસ છે અને પોતાના પિતા સાથે દૂધની ડેરીમાં કામ કરે છે, આરોપીના પિતાનું નામ ચૌધરી ગજૈ સિંહ બૈંસલા છે, પરિવારમાં કપિલ સિવાય એક મોટો ભાઈ અને બહેન છે. કપિલના લગ્ન થઈ ચૂક્યાં છે, એક બાળક પણ છે, તેના પિતા ચૌધરી ગજે સિંહ બૈંસલાએ વર્ષ 2012માં બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર નગર નિગમની ચૂંટણી લડી ચૂક્યા છે, જો કે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. કપિલે ગોલી કેમ ચલાવી તે બંદૂક ક્યાંથી લાવ્યો તેની તેના પરિજનોને ખબર જ નથી.

નજરે જોનારાઓ મુજબ કપિલે 3 ગોળી ચલાવી

જ્યારે પ્રત્યક્ષદર્શિઓનું કહેવું છે કે કપિલે 3 ગોળીઓ ચલાવી. પોલીસ જ્યારે તેની ધરપકડ કરીને લઈ જઈ રહી હતી તો કપિલે કહ્યું કે આ દેશમાં કોઈની નહિ ચાલે માત્ર હિન્દુઓની જ ચાલશે. જ્યાં ગોળી ચાલી છે તે જગ્યા મુખ્ય ધરણાસ્થળથી 150 મીટર દૂર હતી, જણાવી દઈએ કે અગાઉ ગત 30 જાન્યુઆરીએ વિરોધ માટે જામિયા યૂનિવર્સિટીથી રાજઘાટ સુધી માર્ચ કાઢવામાં આવી રહી હતી, આ દરમિયાન પણ એક યુવકે ફાયરિંગ કર્યું હતું જેમાં એક યુવાન જખ્મી થઈ ગયો હતો.

શાહીન ભાગ ખેલ ખતમ

ફાયરિંગ કરનારાઓને પોલીસે પકડી પાડ્યો હતો. તે સગીર છે અને ગ્રેટર નોઈડાના દાદરીનો રહેવાસી છે. શખ્સે આ ઘટનાને અંજામ આપતા પહેલા ફેસબુક લાઈવ કર્યું હતું. પોતાની એક ફેસબુક પોસ્ટમાં આરોપી શખ્સે લખ્યું, "શાહીન ભાગ ખેલ ખતમ"

લખનઉઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યાલખનઉઃ હિંદુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા

English summary
Shaheen Bagh: gunman Kapil borrowed gun from friend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X