શરદ યાદવ: દિકરીની ઇજ્જત કરતા વોટની ઇજ્જત વધુ મહત્વની છે!

Posted By:
Subscribe to Oneindia News

સોમવારે રાષ્ટ્રીય બાળકી દિવસની એક બાજુ જ્યાં ઉજવણી થઇ અને જોરશોરથી નારા લગાવવામાં આવ્યા કે બેટી બચાવો બેટી પઢાવો ત્યાં જ મંગળવારે જેડીયૂના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ શરદ યાદવે ફરી એક વાર તેવું વિવાદીત નિવેદન આપ્યું છે જેનાથી અનેક મહિલાઓ ભડકી ઊઠી છે. શરદ યાદવે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે વોટની ઇજ્જત દિકરીની ઇજ્જત કરતા પણ વધુ મહત્વની છે. તેમણે કહ્યું કે દિકરીની ઇજ્જત જશે તો ગામ અને શેરીની ઇજ્જત જશે પર એક વાર જો વોટ વેચાઇ ગયો તો વિસ્તાર, દેશ, પ્રાંત તમામની ઇજ્જત જતીત રહશે અને આવનારા ઉજળા ભવિષ્યના સપના પૂર્ણ નહીં થાય.

Sharad Yadav

શરદ યાદવના આ નિવેદન પછી અનેક લોકોએ તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. શરદ યાદવે આ કાર્યક્રમમાં રાજનીતિના નીચલા સ્તર અને વોટોના ખરીદ વેચાણ પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. પણ આ ચિંતા વ્યક્ત કરવાના ચક્કરમાં તેમણે તેમની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે આજકાલ વોટને ખરીદી અને વેચવામાં આવી રહ્યો છે.


વિવાદીત નિવેદનના રાજા
નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર જેડીયૂ નેતા શરદ યાદવ આ રીતના વિવાદીત નિવેદનો આપી ચૂક્યા છે. ગત વર્ષે જ તેમણે રાજ્ય સભામાં વિમા બિલ પર ચર્ચા દરમિયાન અચાનક જ સાઉથની મહિલા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે સાઉથની મહિલાઓનો રંગ ભલે કાળો હોય પણ તે હોય છે ખૂબ જ સુંદર. આ પહેલા પણ મહિલા આરક્ષણના વિરોધમાં તેમણે આવી જ અયોગ્ય ટિપ્પણી આપીને મહિલા સંગઠનોની તીખી પ્રક્રિયા સાંભળી હતી.

English summary
JDU leader Sharad Yadav says, Beti ki izzat se vote ki izzat badi hai.
Please Wait while comments are loading...