For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝ શરીફ શપથ સમારોહમાં હાજર રહેવા મનમોહનને આમંત્રણ આપશે

|
Google Oneindia Gujarati News

nawaz-sharif-manmohan-sing
ઇસ્લામાબાદ, 13 મે : પોતાના શપથ ગ્રહણ સમારોહમાં નવાઝ શરીફ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહને હાજર રહેવા માટે આમંત્રણ મોકલશે. બીજી તરફ પાકિસ્તાનમાં નવાઝ શરીફની જીતની સાથે જ તેમને ભારત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું તે અંગે વિવાદ શરૂ થઇ ગયો છે. આ અંગે ભાજપનું કહેવું છે કે મનમોહન સિંહે નવાઝને ભારત આવવાનું આમંત્રણ આપીને ઉતાવળ કરી છે.

વાસ્તવમાં શરીફે રવિવારે એનડીટીવીને જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળે કે ના મળે તેઓ ભારત જરૂર જશે. ત્યાર બાદ જ મનમોહન સિંહે તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ભાજપનું માનવું છે કે વડાપ્રધાને થોડો સમય રાહ જોવાની હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહે નવાઝ શરીફને ચૂંટણીઓમાં તેમની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા અને તેમને અનુકુળતા મુજબ ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

શરીફને લખેલા પત્રમાં વડાપ્રધાન મનમોહન સિંહે તેમને 'પ્રિય મિયાં સાહેબ' લખીને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે "તેઓ બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય જોડવા માટે નવી નીતિ માટે અને તેમની સાથે કામ કરવાની પ્રતિક્ષા હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતની જનતા પણ શાંતિ, મિત્રતા અને સહયોગથી પરિભાષિત ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઇને આપનું જાહેર સ્વાગત કરે છે."

English summary
Nawaz Sharif will invite Manmohan Singh in swearing ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X