For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિ થરુરે કેજરીવાલ પર આપ્યુ વાંધાજનક નિવેદન, માંગવી પડી માફી

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વિશે આપેલા પોતાના લેટેસ્ટ નિવેદન માટે માફી માંગી લીધી છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ વિશે આપેલા પોતાના લેટેસ્ટ નિવેદન માટે માફી માંગી લીધી છે. શશિ થરુરે હાલમાં જ કહ્યુ હતુ કે કેજરીવાલ જવાબદારી લીધા વિના સત્તા ઈચ્છતા નેતા છે. આનો સોશિયલ મીડિયા પર આકરો વિરોધ થયો ત્યારબાદ થરુરે પોતાના નિવેદન પર સફાઈ આપતા માફી માંગી લીધી છે. જો કે કેજરીવાલ માટે ઉપયોગ કરાયેલ 'નપુંસક' શબ્દ પર તેમણે કંઈ કહ્યુ નહિ.

shashi Tharoor

થરુરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ, કેજરીવાલ નાગરિકતા કાયદાના સમર્થક અને વિરોધી બંને લોકોને પોતાની તરફ ઈચ્છ છે માટે તેમણે આના પર કડક વલણ નથી અપનાવ્યુ. તે સીએએ અને એનઆરસી પર હવા-હવાઈ નિવેદન આપી રહ્યા છે. તેમણે કોઈ ઠોસ વાત નથી કહી. કેજરીવાલ કોઈ જવાબદારી વિના સત્તા મેળવવા માંગે છે. સીએમ કેજરીવાલ માટે 'નપુંસક' શબ્દનો પણ ઉપયોગ કર્યો.

થરુરના નિવેદન પર ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી તો મંગળવારે તેમણે ટ્વિટ કરીને પોતાની વાત માટે સફાઈ આપી અને માફી માંગી. જો કે ટ્વિટમાં તેમણે માત્ર 'જવાબદારી વિના સત્તા ઈચ્છે છે વાળા' નિવેદન માટે જ માફી માંગી છે. નપુંસક શબ્દ માટે કંઈ કહ્યુ નહિ. તેમણે ટ્વિટ કર્યુ, 'મારા 'જવાબદારી વિના સત્તા' બોલવુ જે લકોને ગમ્યુ નથી. હું એ બધા લોકો પાસે માફી માંગુ છુ. વાસ્તવમાં આ બ્રિટિશ રાજનીતિની એક જૂની લાઈન છે, જે કિપલિંગ, પીએમ સ્ટેનલી બાલ્ડવિ અને હાલમાં જ ટૉમ સ્ટૉપર્ડે ઉપયોગમાં લીધી હતી. હું માનુ છુ કે આનો ઉપયોગ કરવો અનુચિત હતો એટલે હું આ શબ્દ પાછો લઉ છુ.'

આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ બે દોષી મુકેશ-વિનયની ક્યુરેટિવ પિટીશન SCએ ફગાવીઆ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ બે દોષી મુકેશ-વિનયની ક્યુરેટિવ પિટીશન SCએ ફગાવી

English summary
Shashi Tharoor apology for remark against Arvind Kejriwal delhi assembly elections 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X