For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે શશિ થરૂરે નોંધાવી ઉમેદવારી, 'મેરા નેતા- મેરા ગૂરૂર- શશિ થરૂર, શશિ થરૂર'ના લાગ્યા નારા

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને લઇ ઘણા સમયથી રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાના સમાચાર અને રાજસ્થાનના રાજકારણમાં ચાલેલી ધમાલ કાલે પુરી થઇ છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી અશોક ગેહલોતના આઉટ થયા બાદ

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષને લઇ ઘણા સમયથી રાજકીય ઘમાસાન ચાલી રહ્યું છે. અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાના સમાચાર અને રાજસ્થાનના રાજકારણમાં ચાલેલી ધમાલ કાલે પુરી થઇ છે. હવે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાંથી અશોક ગેહલોતના આઉટ થયા બાદ દિગ્વિજય સિંહ અને શશિ થરૂર હોવાનુ જાણવા મળ્યુ હતુ. હવે આજે શશિ થરૂરે પોતાના સમર્થકો સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવા દરમિયાન લોકોએ શશી થરૂરના નારા લગાવ્યા હતા. લોકોએ મેરા નેતા, મેરા ગુરૂર, શશિ થરૂર, શશિ થરૂરના નારા લગાવી રહ્યા હતા. ઉમેદવારી નોંધાવ્યા બાદ શશિ થરૂરે કહ્યું કે મારી પાસે કોંગ્રેસ માટે એક વિઝન છે, જેને હું કોંગ્રેસના તમામ પ્રતિનિધિમંડળને મોકલીશ. અમે તમામ લોકોનુ સમર્થન મેળવીશું. હું અહીં પાર્ટી કાર્યકર્તાઓનો અવાજ બનવા આવ્યો છું.

Shashi Tharoor

ઉમેદવારી નોંધાવ્યા બાદ શશિ થરૂરે ચૂંટણી પ્રચારનો એક વીડિયો શેર કર્યો છે. શશિ થરૂરે કહ્યું કે મેં કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. દેશમાં એકમાત્ર એવો પક્ષ જે આ લોકતાંત્રિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખે છે, તેના પાર્ટીની ચૂંટણી લડવી મારા માટે એક વિશેષાધિકાર સમાન છે. હું સોનિયા ગાંધીના માર્ગદર્શન અને અભિગમની પ્રશંસા કરું છું.

શશિ થરૂરે વધુમાં કહ્યું કે મેં મારા દિવસની શરૂઆત રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને કરી છે. મહાત્મા ગાંધીએ દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું તે મારા માટે પ્રેરણારૂપ છે. આ ચૂંટણી દેશના ભવિષ્ય અને દેશની જનતા માટે છે. જવાહરલાલ નેહરુથી લઈને મહાત્મા ગાંધી સુધીના નેતાઓએ આ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. આ પાર્ટીનો ધ્યેય દેશને મજબૂત બનાવીને આગળ લઈ જવાનો છે.

નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં જે રીતે ડ્રામા જોવા મળ્યો હતો તેનાથી પાર્ટીની ઘણી બદનામી થઇ હતી. હાઈકમાન્ડે આકરૂ વલણ બતાવ્યું જે બાદ અશોક ગેહલોતે સોનિયા ગાંધીની માફી માંગી અને પોતે પ્રમુખ પદની રેસમાંથી બહાર થઈ ગયા. તમને જણાવી દઇએ કે પાર્ટીના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે સ્પષ્ટ કર્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રીનો નિર્ણય આગામી એક-બે દિવસમાં સોનિયા ગાંધી લેશે. એટલે આશંકા છેકે રાજસ્થાનના મુખ્યમંત્રી જલ્દીથી બદલાઇ શકે છે.

English summary
Shashi Tharoor has filed his Nomination for Congress president Election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X