For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરિંદર સિંહના કારણે ટિકિટ કપાવાના પત્નીના દાવા પર સિદ્ધુઃ એ ક્યારેય ખોટુ નથી બોલતી

નવજોત કૌર સિદ્ધુએ સીએમ અમરિન્દર સિંહ પર પોતાની લોકસભા સીટ ટિકિટ કાપવાનો આરોપ લગાવ્યો હતો જેના પર સિદ્ધુએ પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

પંજાબમાં 19 મેના રોજ મતદાન યોજાવાનું છે, હાલમાં પધા પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે પોતાની બધી તાકાત લગાવી દીધી છે પરંતુ પંજાબમાં અમુક બીજા મુદ્દાઓના કારણે રાજકીય પારો ગરમાયેલો છે. વાસ્તવમાં પંજાબ સરકારમાં મંત્રી નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ સીએમ અમરિન્દર સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે જ તેમના પતિને ચૂંટણી પ્રચારથી રોકવામાં આવ્યા હતા અને અમરિન્દર સિંહના કારણે તેમની લોકસભા સીટ કાપવામાં આવી છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ હિંસાઃ મુકુલ રૉયની ગાડીમાં તોડફોડ, ભાજપ નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યાઆ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ હિંસાઃ મુકુલ રૉયની ગાડીમાં તોડફોડ, ભાજપ નેતાઓને મકાનમાં ઘેરીને રાખ્યા

સિદ્ધુએ આપ્યો પત્નીનો સાથ, કહ્યુ - તે ખોટુ નહિ બોલે

સિદ્ધુએ આપ્યો પત્નીનો સાથ, કહ્યુ - તે ખોટુ નહિ બોલે

હવે આ મામલે નવજોતસિંહ સિદ્ધુએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે પોતાની પત્નીનો સાથે આપીને કહ્યુ છે કે મારી પત્ની ક્યારેય ખોટુ નથી બોલતી અને ના ક્યારેય બોલી શકે છે, આ જ મારો જવાબ છે. તમને એ પણ જણાવી દઈએ કે નવજોત કૌર સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા આશા કુમારી પર તેમની અમૃતસરથી લોકસભા ટિકિટ કપાવા માટે દોષી ગણાવ્યા છે.

નવજોત કૌરે લગાવ્યા છે સીએમ અમરિન્દર સિંહ પર ટિકિટ કાપવાના આરોપ

મંગળવારે મીડિયામાં નવજોત કૌરે નિવેદન આપ્યુ હતુ કે તેમના પતિ સિદ્ધુ પાસે પંજાબમાં એટલા માટે પ્રચાર કરાવવામાં નથી આવી રહ્યો કારણકે કેપ્ટન અમરિન્દર સિંહ આવુ નથી ઈચ્છકા અને તેમના કહેવા પર જ કોંગ્રેસ પાર્ટીએ સિદ્ધુને ચૂંટણી પ્રચાર માટે રોક્યા છે. કેપ્ટન અમરિન્દર સિંહ સાથે તેમણે આશા કુમારીને પણ પોતાની ટિકિટ કાપવા માટે જવાબદાર ગણાવ્યા અને કહ્યુ કે દશેરા પર જે ટ્રેન દૂર્ઘટના થઈ હતી તેના માટે મને કારણભૂત માનીને મારી ટિકિટ કાપવામાં આવી અને આ બધુ અમરિન્દર સિંહના કહેવા પર થયુ છે.

સીએમે બધા આરોપોને નકારી કાઢ્યા

જો કે સીએમે પટિયાલામાં આ આરોપોને નકારીને કહ્યુ કે તેમને અમૃતસર કે ભટિન્ડા સીટથી કોંગ્રેસની ટિકિટની રજૂઆત કરવામાં આવી પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. સિંહે કહ્યુ કે ચંદીગઢ લોકસભા સીટ પરથી કૌરને ટિકિટ ન મળવા પર તેમની કોઈ ભૂમિકા નહોતી કારણકે ટિકિટ વહેંચણીનું કામ દિલ્લીમાં કોંગ્રેસના હાઈ કમાન્ડે કર્યુ હતુ અને તેમણે પવન કુમાર બંસલને પસંદ કર્યા.

અમરિન્દર સિંહ સાથે સિદ્ધુની નથી બનતી!

અમરિન્દર સિંહ સાથે સિદ્ધુની નથી બનતી!

જો કે આ કોઈ પહેલી વાર નથી જ્યારે અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે ચાલી રહેલ કોલ્ડ વૉર સામે આવ્યુ છે, આ પહેલા સિદ્ધુના પાકિસ્તાન પ્રવાસ અને પુલવામાં એટેક પર પણ સીએમે વાંધો વ્યક્ત કર્યો હતો અને સિદ્ધુ તરફથી તેમની વાતોને અવગણવામાં આવી હતી.

English summary
My wife has that much strength and moral authority that she will never lie. This is my answer," said Navjot Sindh Sidhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X