For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રિવેન્દ્રમમાં મહિલાઓ માટે શરૂ થશે 'શી ટેક્સી'

|
Google Oneindia Gujarati News

ત્રિવેન્દ્રમ, 10 નવેમ્બર : કેરળમાં મહિલા પ્રવાસીઓ માટેની ખાસ સેવા 'શી ટેક્સી'નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મહિલા માલિકોની આ ટેક્સીઓની ડ્રાઇવર પણ મહિલાઓ હશે. આ પહેલ રાજ્યમાં જાતિ સમાનતાના હેતુથી સામાજિક ન્યાય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ રચાયેલા 'જેંડર પાર્ક'ને આધારે જ 'શી ટેક્સી' સેવની શરૂ કરવામાં આવી રહી છે.

પ્રાયોગિક ધોરણે પાંચ ટેક્સી સાથે આ સેવા 19 નવેમ્બરથી તિરુવનંતપુરમમાં શરૂ કરાશે. ત્યારબાદથી આગામી ત્રણ મહિના દરમિયાન તેમાં વધુ 100 કારોને જોડવામાં આવશે. પ્રોજેક્ટના બીજા તબક્કામાં કોચ્ચી અને કોઝિકોડને પણ સામેલ કરાશે. જેંડર પાર્કની આ યોજના માટે પ્રોજેક્ટ સાથે સંકળાયેલ મારૂતિ સુઝુકી ખાસ ગુલાબી અને સફેદ રંગની કાર લોન્ચ કરશે.

she-taxi

આ કારોમાં જીપીએસ, મીટર, વ્યક્તિગત અને ઇમરજન્સી ચેતાવણી સર્વિસ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. જેન્ડર પાર્ક યોજના માટેના લાભાર્થીઓની ઓળખ કરી, તેમને રાજ્ય મહિલા વિકાસ નિગમ પાસેથી ઓછા વ્યાજે લોન અપવવામાં મદદરૂપ બનશે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓ માટે આરોગ્ય વિમા અને આત્મરક્ષણ માટેનું ખાસ પ્રશિક્ષણની વ્યવસ્થા કરશે.

English summary
'She Taxi' to roll out in Trivandrum from 19 November
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X