Maharshtra assemly election 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા સરકારનો નિર્ણય, ગાયને મળશે રાજ્યમાતાનો દરજ્જો

Maharashtra assembly election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થાય તેવી શક્યાતા છે. આ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકાણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા મહાયુતિ સરકારે મોટું હિન્દુત્વ કાર્ડ રમ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગાયના સંરક્ષણને પ્રત્સાહન આપવા માટે મોટો નિર્ણય કર્યો છે. તેમની સરકારે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું છે કે, વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયની સ્થિતિ, માનવ આહારમાં ગાયનું દેશી શુદ્ધ દૂધના ફાયદાઓ, આયુર્વેદ, પંચગવ્ય ઉપચાર પદ્ધકિ તથા જૈવિક ખેતી વગેરેમાં દેશી ગાયના મળ-મુત્રનો ઉપયોગ થતો હતો. જે કારણે ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Maharashtra assembly election 2024

સોમવારના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મહાયુતિ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત દેશી ગાયોના ઉછેર માટે પ્રતિદિન 50 રૂપિયાની સબસીડી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

આ યોજના મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ દ્વારા ઓનલાઈન લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ગૌશાળા વેરિફિકેશન કમિટી બનાવવામાં આવશે, જે ગાય સંરક્ષણ માટે રિપોર્ટ તૈયાર કરશે.

ઉલ્લેખનીય છે કે, 2019 માં હાથ ધરવામાં આવેલી પશુ ગણતરી અનુસાર, દેશી ગાયોની સંખ્યા 46,13,632 જેટલી ઓછી જોવા મળી હતી.

આવી સ્થિતિમાં શિંદે સરકારના આ નિર્ણયને મહારાષ્ટ્રમાં ગાય સંરક્ષણ માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

અત્રે નોંધનીય બાબત છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં દેશી ગાયને લઈને મહાયુતિ સરકારનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મહારાષ્ટ્રની શિંદે સરકારના નિર્ણયના બે દિવસ પહેલા જ ચૂંટણી પંચની ટીમે મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે.

શિંદે સરકારના નિર્ણય અંગે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, દેશી ગાયો અમારા ખેડૂતો માટે વરદાન છે. તેથી અમે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અમે દેશી ગાયોના ઉછેર માટે મદદ આપવાનો નિર્ણય કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X