For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાએ મોદીના નિવેદનનું કર્યું સ્વાગત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shiv-sena
નવી દિલ્હી, 12 જુલાઇ: શિવસેનાએ નરેન્દ્ર મોદીનું જોરદાર સમર્થન કરતાં આજે કહ્યું હતું કે 'તેનું માનવું છે કે દેશના નેતૃત્વમાં એક હિન્દુત્વવાદી નેતાના હાથમાં હોવું જોઇએ.

પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે 'અમે નરેન્દ્ર મોદીના વલણનું સ્વાગત કરીએ છીએ. બાલાસાહેબ ઠાકરેના સમયથી અમારો પ્રબળ મત છે કે દેશના નેતૃત્વમાં હિન્દુત્વવાદી નેતાના હાથમાં હોવું જોઇએ. નરેન્દ્ર મોદીના વલણથી એનડીએને ફાયદો થશે. તે એક ઇન્ટરવ્યુંમાં નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલી ટિપ્પણી કરી રહ્યાં હત જેમાં તેમને કહ્યું હતું કે તે જન્મજાત હિન્દુ છે માટે 'હિન્દુ રાષ્ટ્રવાદી' છે.

નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત પોતાના સરકારી આવાસમાં સમાચાર એજન્સી 'રોયટર્સ'ને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે હું રાષ્ટ્રવાદી છું. હું દેશભક્ત છું. તેમાં કંઇ ખોટું નથી. હું જન્મજાત હિન્દુ છું. તેમાં કંઇ ખોટું નથી. જો કે એક હિન્દુ રાષ્ટ્રવાદી છું. તો તમે કહો છો કે હું હિન્દુ રાષ્ટ્રવાદી છું કારણ કે હું એક જન્મજાત હિન્દુ છું.

સંજય રાઉતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું નિવેદન પ્રશંસનીય છે કારણ કે આ પહેલાં ઠાકરે દ્વારા સ્વયંને ગર્વથી હિન્દુ જાહેર કરવા સુધી હિન્દુ ગણાવવા 'અપરાધ' માનવામાં આવે છે. તેમને કહ્યું હતું કે હિન્દુત્વ 'રાષ્ટ્રવાદનું એક વધુ નામ છે.

English summary
Shiv Sena on Friday came out in strong support of Gujarat Chief Minister Narendra Modi saying it believes that the nation's leadership should be in the hands of a Hindutva leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X