PM પદ માટે સુષ્મા સ્વરાજ શિવસેનાની પ્રથમ પસંદગી

આ મુદ્દે ભાજપના લોકસભાના વિપક્ષ નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે હજુ સુધી આ મુદ્દે નક્કી કરવાનું બાકી છે કે ચુંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે કે નહી, તો બીજી તરફ રામ જેઠમલાણીનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સો ટકા સેક્યુલર છે અને તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ.
નરેન્દ્ર મોદીના નામ પર એનડીએમાં પણ એકમત નથી, જ્યાં એનડીએના સહયોગી શિવસેનાનું કહેવું છે કે સુષ્મા સ્વરાજ વડાપ્રધાન માટે તેમની પાર્ટીની પ્રથમ પસંદગી હશે, તો બીજી તરફ જેડીયૂનું કહેવું છે કે કોઇપણ ભોગે તેમને નરેન્દ્ર મોદી કબૂલ નથી.
નરેન્દ્ર મોદીની ઉમેદવારી નકારી કાઢતાં શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે 'બાલા સાહેબ ઠાકરેએ સુષ્મા સ્વરાજને વડાપ્રધાન તરીકે પ્રથમ પસંદગી ગણાવી હતી. પાર્ટી બાલા સાહેબના નિવેદન પર આજે પણ યથાવત છે.
જેડીયૂ નેતા નીરજ કુમારે નરેન્દ્ર મોદીનો વિરોધ કરતાં કહ્યું હતું કે ' જે નેતાની સાથે મળીને અમે ગુજરાતમાં ચુંટણી લડતા નથી તે નેતા સાથે અમે દેશમાં ચુંટણી કેવી રીતે લડી શકીશું. આ નિર્ણય ભાજપે કરવાનો છે કે તે કોણે વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવશે.












Click it and Unblock the Notifications
