For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાએ પ્રથમ વાર આપ્યો ત્રણ કાળા નાણાવાળાઓની રકમનો આંકડો, 100-150 કરોડ હોવાનો દાવો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 ઓક્ટોબર: કાળાનાણાના મુદ્દે શિવસેનાએ મુખપત્ર 'સામના'એ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. સામનાના એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે 'ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદરના બૂમબરાડ પાડવામાં આવી રહ્યાં છે.

'સામના'માં કહેવામાં આવ્યું છે કે સરકારે કાળાનાણું રાખનારાઓમાં પ્રદીપ બર્મન, પંકજ લોઢિયા અને રાધા ટિંબલોના નામની જાહેરાત કરી છે. પ્રશ્ન એ છે કે આ ત્રણેયની કુલ સંપત્તિ પણ વિદેશી બેંકોમાં માંડ 100-150 કરોડ હશે.

'સામના'એ લખ્યું છે કે ગુજરાતના સોનાના વેપારી પંકજ લોઢિયાનો વાર્ષિક વેપાર લગભગ 80 કરોડનો છે. સાંભળવા મળ્યું છે કે તેમના ખાતામાં વિદેશી બેંકમાં ફક્ત 50 કરોડ રૂપિયા જમા છે. આ એક મોટી મજાક છે.

uddhav-shiv-sena

'સામના'માં શિવસેનાએ કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન બાબા રામદેવ અને ભાજપના નેતા કહી રહ્યાં હતા કે વિદેશોમાં ઓછામાં ઓછા 25 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું જમા હશે. દાકો કરવામાં આવ્યો હતો કે બધુ કાળુનાણું દેશમાં આવી ગયું તો દરેક ઘર પર સોનાનું છાપરું ચઢી જશે.

સામનાએ પોતાના એડિટોરિયલમાં લખ્યું છે કે કાળાધનને ખોદવું કેટલું જટિલ છે એ વાત હવે કેન્દ્ર સરકારને સમજાઇ રહી છે. વિદેશમાં કાળુનાણું જમા કરાવનારાઓમાં ફક્ત ત્રણ લોકોના નામ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે અને તેનો શ્રેય પણ સુપ્રીમ કોર્ટને જાય છે.

English summary
Shivsena in its mouthpiece Saamna has hit out at the Centre and Baba Ramdev over black money issue. Shivsena has claimed that 3 names revealed by Centre have Rs 100 – 150 crore in their accounts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X