For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિવસેનાના સંજય રાઉતનો દાવો- અમારી પાસે 170થી વધુ ધારાસભ્યોનું સમર્થન

શિવસેનાના સંજય રાઉતનો દાવો- અમારી પાસે 170થી વધુ ધારાસભ્યોનું સમર્થન

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈ સતત ભાજપ અને શિવસેના વચ્ચે ઘમાસાણ ચાલુ છે, ભાજપ પર સતત શિવસેના તરફથી તીખા પ્રહારો પણ થઈ રહ્યા છે, આ બધાની વચ્ચે રવિવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે તેમની પાસે 170 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે અને આ સંખ્યા 175 સુધી પહોંચી શકે છે, જણાવી દઈએ કે હાલ શિવસેનાના 56 ધારાસભ્યો છે, એવામાં ચર્ચા ગરમ છે કે ભાજપ નહિ મનાવે તો શિવસેના એનસીપી સાથે હાળ મિલાવી શકે છે.

અમારી પાસે 170 ધારાસભ્યોનું સમર્થન- સંજય રાઉત

એનસીપીએ કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી છે તેથી કહેવાઈ રહ્યું છે કે શિવસેનાને કોંગ્રેસના 44, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 54 અને ડઝનેક અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળી શકે છે અને આ આંકડો 170ની આસપાસ પહોંચે છે માટે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે સંજય રાઉતે કદાચ આ માટે જ 170વાળું નિવેદન મીડિયા સામે આપ્યું છે.

એનસીપી નેતાએ કહી મોટી વાત

ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એનસીપીના પ્રવક્તા અને વરિષ્ઠ નવાબ મલિકે કહ્યું કે ભાજપ-શિવસેના મળીને સરકાર બનાવે. જો તેઓ બહુમત સાબિત નહિ કરી શકે તો એનસીપી સરકાર બનાવવાની કોશિશ કરશે.

50-50 પર મામલો અટક્યો

50-50 પર મામલો અટક્યો

જણાવી દઈએ કે શિવસેના મહારાષ્ટ્રમાં 50-50 સરકાર પર અટકી પડી છે, જેને મનાવવા ભાજપ પણ તૈયાર નથી. ગુરુવારે શિવસેના નેતા સંજય રાઉતે એનસીપી પ્રમખ સંજય પવાર સાથે મુલાકાત કરી હતી. જેના પર સંજય રાઉતે કહ્યું હતું કે તેઓ શરદ પવારને દિલ્હીની શુભકામનાઓ આપવા માટે આવ્યા હતા, જેનું રાજનૈતિક ઘટનાક્રમથી કંઈ લેવાદેવા નથી પરંતુ તેમણે એમ પણ કહ્યું કે મુલાકાત દરમિયાન બંને વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિ પર પણ ચર્ચા થઈ છે.

ભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદીભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદી

English summary
shiv sena's sanjay raut claims- we have support of 170 MLAs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X