For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી

રાજ્યસભા ચેમ્બરમાં સીટ બદલી જતાં ભડક્યા સંજય રાઉત, સભાપતિને ચિઠ્ઠી લખી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શિયાળુ સત્રના ત્રીજા દિવસે શિવસેના સાંસદ સંજય રાઉતે રાજ્યસભા ચેમ્બરમાં પોતાની જગ્યા બદલાવા પર નારાજગી વ્યક્ત કરી. આ મામલાને લઈ તેમણે સભાપતિ વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે કહ્યું કે ચોંકાવનારી વાત એ છે કે એનડીએથી બહાર થવાને લઈ હજુ કોઈ ઔપચારિક એલાન થયું નથી છતાં તેમની જગ્યા ત્રીજીથી પાંચમી લાઈનમાં કરી દેવામાં આવી છે.

sanjay raut

સંજય રાઉતે કહ્યું કે તેમને સમજમાં નથી આવી રહ્યું કે આવું શા માટે થયું. રાઉતે કહ્યું કે આ સદનની મર્યાદાની વિરુદ્ધ છે. સંજય રાઉતે કહ્યું કે એવું લાગે છે કે શિવસેનાની ભાવનાઓને ઠેંસ પહોંચાડવા માટે આવું જાણીજોઈને કરાઈ રહ્યું છે. શિવસેના સાંસદે ચેમ્બરમાં બેસવાની પોતાની જૂની જગ્યાની માંગણી કરતા વેંકૈયા નાયડૂને પત્ર લખ્યો છે. જણાવી દઈએ કે હાલમાં જ શિવસેના અને ભાજપ વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈ બંને દળો વચ્ચે વિવાદ વધી ગયો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદને લઈ શિવસેનાએ ભાજપ સમક્ષ 50-50નો ફોર્મ્યૂલા રાખ્યો હતો, જેને ભાજપે માનવાનો ઈનકાર કરી દીધો હતો, જે બાદ શિવસેનાના અરવિંદ સાવંતે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ છે જેનો મુદ્દો બુધવારે સંસદમાં પણ ઉઠ્યો હતો.

રાજ્યસભામાં નિત્યાનંદ રાયે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે રાજ્યપાલનો રિપોર્ટ રજૂ કર્યો. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની ભલામણ પર મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું હતું. ભાજપ-શિવસેના, કોંગ્રેસ-એનસીપીમાંથી કોઈપણ દળ સરકાર નહોતી બનાવી શક્યા. જો કે, રાષ્ટ્રપતિ શાસન વચ્ચે શિવસેના, એનસીપી-કોંગ્રેસ સાથે મળી રાજ્યમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે.

રાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશેરાજ્યસભામાં અમિત શાહઃ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય, NRC આખા દેશમાં લાગુ થશે

English summary
Shiv Sena's sanjay raut wrote to venkaiah naidu about changed seating position
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X