હિન્દુત્વને સમર્થન આપશે તો જ NDAને શિવસેનાનો સાથ : ઉદ્ધવ

માટુંગાના ષણ્મુખાનંદ હોલમાં શિવ સેનાના 47મા સ્થાપના દિવસના પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ આપેલા ભાષણાં તેમણે જણાવ્યું કે શિવ સેના અને ભાજપનું જોડાણ હિન્દુત્વના મુદ્દે થયું છે. શિવ સેના હિન્દુત્વના મુદ્દે અડગ રહેશે. અમે પણ સર્વધર્મ સમભાવની ભાવના ધરાવીએ છીએ, પરંતુ હિન્દુત્વના અહિતની અમે અવગણના કરી શકીએ એમ નથી.
ઉદ્ધવે આશા વ્યક્ત કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી અગાઉની બેઠકો ની સરખામણીએ વધારે બેઠકો મેળવશે. તેઓ ટૂંક સમયમાં રાજ્યની બધી જ સંસદીય બેઠકોની સમીક્ષા કરવા માટે તેના પ્રવાસે નીકળવાના છે. આ સાથે તેઓ પોતાના ચૂંટણી અભિયાનનો આરંભ કરશે.
પોતાના ભાષણમાં તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર પર નિશાન તાક્યું હતું. ઉદ્ધવે વિદેશી પ્રવાસીઓ મહારાષ્ટ્રની મુલાકાતે આવતા વધે તે માટેના પ્રયાસો કરવા પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે મુંબઇની મુલાકાતે આવતા વિદેશી પર્યટકો પાસે હાલ ગેટ વે ઓફ ઇન્ડિયા અને સીએસટીની મુલાકાત લેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.
તેમણે આ માટે સૂચન કર્યું કે મુંબઇમાં એક થીમ પાર્ક બનાવવો જોઇએ જે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે. તેમણે ઉત્તરાખંડના વિનાશ અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું કે શિવ સૈનિકો પૂરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
