For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની હાર પર શિવસેનાનો કટાક્ષ, રાહુલ-પ્રિયંકા માટે કહી આ વાત

ભાજપની સહયોગી શિવસેનાએ હવે કોંગ્રેસ પાર્ટી અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ પર રાજકીય હુમલા વધી રહ્યા છે. ભાજપની સહયોગી શિવસેનાએ હવે કોંગ્રેસ પાર્ટી અને તેમના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ કહ્યુ કે રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ લોકોને આકર્ષિક નથી કરતુ. શિવસેનાએ સોમવારે પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યુ કે રાહુલ ગાંધીના બોલવાની શૈલી પ્રભાવી નથી જેના કારણે તે સામાન્ય જનતાને કહે છે લોકો તેનાથી જોડાઈ શકતા નથી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશીઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદ જઈ શકે છે અશોક ગેહલોતની CMની ખુરશી

‘રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ લોકોને આકર્ષિત નથી કરતુ'

‘રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ લોકોને આકર્ષિત નથી કરતુ'

કોંગ્રેસની હાર માટે શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવીને તેમના પર વંશવાદી અને પેન્શનધારી ક્લબથી ઘેરાયેલા હોવાનો આરોપ લગાવ્યો. પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં શિવસેનાએ લખ્યુ, ‘કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પેન્શનર ક્લબથી ઘેરાયેલા છે જેના કારણે કોંગ્રેસની આજે સ્થિતિ આવી થઈ ગઈ છે. કોંગ્રેસ દિશાહીન છે જેમાં નેતા છે પરંતુ કાર્યકર્તા નથી.'

‘કોંગ્રેસ દિશાહીન છે જેમાં નેતા છે પરંતુ કાર્યકર્તા નથી'

‘કોંગ્રેસ દિશાહીન છે જેમાં નેતા છે પરંતુ કાર્યકર્તા નથી'

રસપ્રદ વાત એ છે કે શિવસેનાએ ગયા વર્ષે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત માટે રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. જો કે હવે શિવસેનાએ સંપાદકીયમાં લખ્યુ, ‘રાહુલ ગાંધી, ન તો મોતીલાલ કે જવાહરલાલ નહેરુ છે અને ના ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધી છે. તે માત્ર સોનિયા ગાંધીના પુત્ર છે. તેમનુ વ્યક્તિત્વ ત્યાં સુધી કે તેમના બોલવાની શૈલી પણ પ્રભાવી નથી. તે લોકો વચ્ચે કોઈ વિચાર સરખી રીતે મૂકી શકતા નથી. દેશના યુવાનો તેમનાથી કેમ પ્રેરણા લે.'

સામનામાં શિવસેનાએ કરી પ્રિયંકા ગાંધીની ટીકા

સામનામાં શિવસેનાએ કરી પ્રિયંકા ગાંધીની ટીકા

શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેવા માટે પ્રિયંકા ગાંધી વાડ્રાની પણ ટીકા કરી છે. સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે, ‘કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીને લઈને આવી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહિ. 2014માં પાર્ટીએ યુપીમાં 2 સીટો જીતી હતી હવે તે એક પર આવી ગઈ. અહીં સુધી કે રાહુલ ગાંધઈ પોતે પોતાની સીટ પર હારી ગયા.' ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ કહ્યુ, ‘રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષના પદેથી રાજીનામાની રજૂઆત કરી પરંતુ કોંગ્રેસ કાર્યકારી સમિતિએ તેનો સ્વીકાર કર્યો નહિ. આનુ કારણ એ છે કે પાર્ટી પાસે કોઈ વિકલ્પ કે મજબૂત હાથ નથી. આ કોંગ્રેસ પાર્ટીની વર્તમાન સ્થિતિ છે. સવાલ એ છે કે પાર્ટીનું શું થશે?'

English summary
Shiv Sena writes in Samna that Rahul Gandhi surrounded by ‘pensioners club, personality does not attract people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X