For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સચિન મફતમાં રમ્યો નથી, જેથી તેને ભારત રત્ન આપવામાં આવે: શિવાનંદ તિવારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 નવેમ્બર: ક્રિકેટમાંથી સંન્યાસ લઇ ચૂકેલા ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ભારત રત્ન એવોર્ડ આપવાના મુદ્દે જેડીયૂએ સવાલ ઉભા કર્યા છે. જેડીયૂના સાંસદ શિવાનંદ તિવારીએ સચિન તેંડુલકરને ભારત રત્નથે સન્માનિત કરવાન મુદ્દે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે કરોડો રૂપિયા કમાવનાર ખેલાડેને ભારત રત્ન આપવો યોગ્ય નથી.

શિવનાંદ તિવારીએ ભારત રત્ન સમ્માનની ગરિમા પર સવાલ ઉભા કરી દિધા છે. તેમને કહ્યું હતું કે ભારત રત્નને જાણે એક મજાક બનાવી દિધો છે. હવે તેનો કોઇ મતલબ રહ્યો નથી. શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે આ પરંપરાને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઇએ.

shivanand-tiwari

શિવાનંદ તિવારીએ સચિન તેંડુલકરને પહેલાં ખેલાડી તરીકે આ એવોર્ડ આપવાને લઇને પૂછ્યું હતું કે આ સન્માન માટે હોકીના જાદૂગર ધ્યાનચંદના નામ પર કેમ વિચાર કરવામાં આવ્યો નહી? જ્યાં સુધી સચિન તેંડુલકરની વાત છે, તેમને મફતમાં ક્રિકેટ રમી નથી. સચિને આ રમતના માધ્યમથી હજારો કરોડ રૂપિયા કમાયા છે. શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે મને લાગતું નથી કે તેમને (સચિનને) ભારત રત્ન મળવો જોઇએ. તેમને કહ્યું હતું કે ક્રિકેટ દેશની બીજી રમતોની ખાઇ ગઇ છે.

English summary
Shivanand Tiwari on Monday questioned the government over its decision to award the Bharat Ratna, the country's highest civilian award, to just retired batting maestro Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X