For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રદ્ધા હત્યાકાંડઃ જેલમાં બંધ નરાધમ આફતાબ પોલીસને કરી રહ્યો છે ગુમરાહ, થઈ હાઈલેવલ મીટિંગ

આફતાબે પોતાનો ગુનો કબૂલી લીધો છે પરંતુ તે સતત પોલીસને ગુમરાહ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રદ્ધા હત્યાકાંડઃ પોતાની ગર્લફ્રેન્ડ અને લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વૉકરની ગળુ દબાવી હત્યા કરી તેના શરીરના 35 ટૂકડા કરી દિલ્લીના અલગ-અલગ વિસ્તારોમાં ઘણા દિવસો સુધી ફેંકનાર નરાધમ આફતાબે પોતાનો ગુનો કબૂલી લીધો છે પરંતુ તે સતત પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. મામલાની ગંભીરતાને જોતા દિલ્લી પોલીસ મુખ્યાલય આ કેસની તપાસ જોઈન્ટ સીપીના નિરીક્ષણ હેઠળ કરાવી રહી છે જેથી તેને કડકમાં કડક સજા થાય. આ મામલે મહરૌલી પોલીસ સ્ટેશનમાં એક હાઈલેવલ મીટિંગ થઈ જેમાં જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી અને એસએચઓ સામેલ થયા હતા.

shraddha case

પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે આફતાબ

મળતી માહિતી મુજબ આફતાબ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના કારણે તમામ અધિકારીઓ તેની વારાફરતી પૂછપરછ કરી રહ્યા હતા. આ સાથે પોલીસ તેની વિરુદ્ધ વધુમાં વધુ મજબૂત પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. મંગળવારે મહરૌલીમાં મળેલી બેઠકમાં જોઈન્ટ સીપી સાઉથ મીનુ ચૌધરી, એડિશનલ ડીસીપી અંકિત ચૌહાણ સહિત અનેક અધિકારીઓ હાજર હતા. તેમણે અત્યાર સુધીની તપાસની સમીક્ષા કરી અને આગળની રુપરેખા તૈયાર કરવામાં આવી.

અમુક બાબતો જણાવવા આનાકાની કરી રહ્યા છે આફતાબ

દિલ્હી પોલીસ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યુ કે આફતાબ 17 નવેમ્બર સુધી કસ્ટડીમાં રહેશે. વરિષ્ઠ અધિકારીઓ તેમની પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ તે પૂરુ સત્ય નથી જણાવી રહ્યો. અમુક બાબતો જણાવવામાં એ આનાકાની કરી રહ્યો છે. જેનાથી એવુ લાગી રહ્યુ છે કે તે પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે. પોલીસ ટીમ આરોપીને તે જગ્યાએ લઈ જઈ રહી છે જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના અંગો ફેંકી દીધા હતા. અત્યાર સુધીમાં 12 ટુકડાઓ મળી આવ્યા છે. આ ઘટના મે મહિનામાં બની હતી, તેથી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ ટુકડાઓ શ્રદ્ધાના છે કે અન્ય કોઈ વ્યક્તિના છે. આ સમસ્યા ઉકેલવા માટે ફોરેન્સિક ટીમ શ્રદ્ધાના પિતાના ડીએનએથી તેની ઓળખ કરશે. બીજી તરફ ડેટિંગ એપ દ્વારા આફતાબ અન્ય ઘણી યુવતીઓ સાથે પણ સંપર્કમાં હતો તેથી તે એપ પરથી આફતાબ સાથે સંબંધિત ડેટા માંગવામાં આવ્યો છે.

શ્રદ્ધા રડી ન પડી હોત તો 10 દિવસ પહેલા જ થઈ ગઈ હોત હત્યા

પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે જો શ્રદ્ધા વૉકર ઈમોશનલ થઈને રડી ન પડી હોત તો આફતાબે હત્યાના (એટલે ​​કે 18 મે) દોઢ અઠવાડિયા પહેલા શ્રદ્ધાનો જીવ લીધો હોત. હત્યાના લગભગ 10 દિવસ પહેલા આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો, તે જ દિવસે આફતાબ તેનુ ગળુ દબાવવા માંગતો હતો પરંતુ અચાનક જ શ્રદ્ધા ભાવુક થઈ ગઈ અને રડવા લાગી, આ જોઈને આફતાબના પગલાં પાછળ હટી ગયા. શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડાનુ કારણ આફતાબ ફોન પર અન્ય કોઈ સાથે વાત કરતો હતો. આફતાબના વર્તનમાં એકાએક બદલાવ આવ્યો. શ્રદ્ધાને લાગ્યુ કે આફતાબ તેની સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના માટે તે ખૂબ જ ગુસ્સામાં રહેતી હતી.

શ્રદ્ધાનુ માથુ ફ્રીઝમાં મૂકીને રોજ જોતો હતો

પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે આફતાબના લેપટોપની ફૉરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે. આફતાબે શ્રદ્ધાનુ માથુ કાપી નાખ્યુ હતુ અને તેને લપેટીને અલગથી ફ્રીઝમાં રાખ્યુ હતુ. સૂત્રોના જણાવ્યા મુજબ તે ફ્રિજમાં રાખ્યા બાદ દરરોજ શ્રદ્ધાનુ માથુ જોતો હતો. ઘરના રસોડામાં લોહીના ડાઘા મળી આવ્યા છે. શ્રદ્ધાના પિતાનુ લોહી ડીએનએ સેમ્પલ માટે લેવામાં આવશે. જે બાદ લોહી અને હાડકાના સેમ્પલ અને લોહીના ડાઘા એફએસએલમાં મોકલવામાં આવશે. એફએસએલ જ ડીએનએ ટેસ્ટ કરશે. પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે ઘરમાંથી અનેક અંગ્રેજી પુસ્તકો મળી આવ્યા છે. જે બતાવે છે કે આફતાબને વાંચવાનો શોખ છે.

હિમાચલ ટૂર દરમિયાન દિલ્લી રહેવાનો પ્લાન બનાવ્યો

મુંબઈથી શ્રદ્ધા અને આફતાબ એક મહિનાની ટૂર પર હિમાચલ હિલ સ્ટેશન ફરવા ગયા હતા. જ્યાં આફતાબની મુલાકાત દિલ્લી છતરપુરના એક યુવક બદ્રી સાથે થઈ હતી. ત્યારબાદ શ્રદ્ધા અને આફતાબે દિલ્લીમાં રહેવાનો પ્લાન બનાવ્યો હતો. 8મેના રોજ શ્રદ્ધા અને આફતાબ દિલ્લી આવ્યા. પહેલા પહાડગંજની એક હોટલમાં રોકાયા. ત્યારબાદ દિલ્લીના સૈદુલ્લાજાબ વિસ્તારમાં રોકાયા. ત્યારબાદ 15 મેએ છતરપુરમાં બંનેએ ફ્લેટ લીધો અને 18મેએ આફતાબે શ્રદ્ધાની હત્યા કરી દીધી.

English summary
Shraddha murder case: Aftab misleading police, held high level meeting Mehrauli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X