For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીનગરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 આતંકી ઠાર

ગુરુવારે સવારે જ શ્રીનગરના બાટામાલૂ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં એક વાર ફરીથી આતંકીઓની ગતિવિધિઓ વધી ગઈ છે. શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે જ શ્રીનગરના બાટામાલૂ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર પોલિસ અને સીઆરપીએફના જવાનોએ મોરચો સંભાળી રાખ્યો છે. લેટેસ્ટ માહિતી મુજબ સુરક્ષાબળોએ અત્યાર સુધી ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. વળી, સેનાના એક ઑફિસર પણ ઘાયલ થયાની સૂચના મળી રહી છે.

pulwama

સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ ત્યારબાદથી બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પહેલા સોમવારે પુલવામાના મારવાલ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ઘણા કલાકો સુધી અથડામણ ચાલી હતી. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી હતી. સૂચના મળતા જ સેના અને જમ્મુ કાશ્મીર પોલિસ બળથી સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ. સર્ચ ઑપરેશન દરમિયાન આતંકીઓએ ગોળી વરસાવવી શરૂ કરી દીધી ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ ચાલુ છે.

વળી, મંગળવારે જમ્મુ કાશ્મીર પોલિસે હિઝબુલ મુજાહિદ્દીન આતંકી સંગઠનના એક મોટા જૂથનો ભાંડાફોડ કર્યો હતો. પોલિસને માહિતી મળી હતી કે કાશ્મીરના ત્રણ યુવકોનુ એક સંગઠન પાકિસ્તાની આતંકીના સંપર્કમાં છે. પોલિસે ત્રણે યુવકોની ઓળખ કરી લીધી. ત્રણેની ધરપકડ બાદ ભારે માત્રામાં હથિયાર અને ઈલેક્ટ્રીક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા.

PM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવીPM Narendra Modi નો આજે જન્મ દિવસ, રાહુલ ગાંધી સહિત આ નેતાઓએ શુભેચ્છા પાઠવી

English summary
Jammu and Kashmir: Encounter has started at Batamaloo area of Srinagar. Police and CRPF are carrying out the operation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X