• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ના પ્રાર્થના ના દુઆઓ, બધુ ગયું એળે, હનુમાનથપ્પા પામ્યા મૃત્યુ

|

આજે આખું ભારત શોકમય છે કારણ કે અનાગ પ્રયાસો કર્યા પછી પણ ગુરુવાર સવારે 11:45સે લાન્સ નાયક હનુમાનથપ્પા તેમના જીવનના આખરી શ્વાસ લીધા અને તે શહીદ થયા. 3 ફેબ્રુઆરીના રોજ હનુમાનથપ્પા તેમની મદ્રાસ રેજીમેન્ટના અન્ય 9 સાથીઓ સાથે અચાનક થયેલા હિમપ્રપાતમાં 35 ઊંડા બરફ નીચે દટાઇ ગયા હતા. તેમને સોમવારે 6 દિવસ બાદ જીવતા નીકાળવામાં આવ્યા હતા. અને તેમની સ્થિતિની ગંભીરતાને જોતા તેમને તરત જ દિલ્હીની આર.આર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોની આખી ટીમ તેમને બચાવવાનો દિવસરાત પ્રયાસ કરી રહી હતી.

પણ હકીકત તે હતી કે એક ચમત્કારી બચાવ બાદ જીવતા બચેલા હનુમાનથપ્પા અતિશય ઠંડી અને પછીને ગરમીના કારણે નિમોનીયાનો શિકાર બન્યા હતા. તેમના બન્ને ફેંફસામાં નિમોનિયા ફેલાઇ ગયો હતો. અને તેમના મગજ સુધી પણ ઓક્સિજન ન પહોંચતો હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. વધુમાં કાતિલ ઠંડી અને ઓછા ઓક્સિજનના કારણે તેમના અનેક અંગોએ કામ કરવાનું છોડી દીધું હતું. સતત મોત સામે લડી રહેલા લાન્સ નાયક હનુમાનથપ્પાએ છેવટે તેમની આ લડાઇ છોડીને મોતને ગળે લગાવી ચૂક્યા છે ત્યારે આ શોકથી તેમનો પરિવાર જ નહીં સમગ્ર દેશ શોકમય છે.

તેવું નથી કે મોતને હંફાવનાર હનુમાનથાપ્પાના જીવનને જીતાવવાનો કોઇએ પ્રયાસ નહતો કર્યો. ત્યારે કેવા કેવા પ્રયાસો થયા હતા તેમના બચાવવા માટે તે વિષે જાણો અહીં...

એક ચમત્કાર જ હતો તેમનો બચાવ

એક ચમત્કાર જ હતો તેમનો બચાવ

મેડિકલ સાયન્સ માટે આ કોયડો હંમેશા કોયડો જ કેવી રીતે 6 દિવસ બાદ પણ આ રીતે 35 ફૂટ બરફમાં દટાયેલો કોઇ વ્યક્તિ જીવત રહી શકે. જાણકારોના કહેવા મુજબ હનુમાનથપ્પા જ્યાં દટાયા હતા ત્યાં હવાબારી જેવું બની ગયું હશે જેના કારણે તે જીવત બચ્યા હશે. બાકી તો 6 દિવસ સુધી આ રીતે જીવવું અશક્ય છે

અશક્યને શક્ય કર્યું હનુમાનથપ્પાએ

અશક્યને શક્ય કર્યું હનુમાનથપ્પાએ

જો કે આ ચમત્કારમાં ભારતીય સેનાનો પણ એટલો જ મોટો હાથ છે. કારણ કે 200 સૈનિકોની ટીમ, અત્યાધુનિક ઉપકરણો અને શ્વાન ટીમની મદદથી જ તે સતત 6 દિવસની મહેનત બાદ હનુમાનથપ્પાને જીવતા નીકાળી શક્યા હતા.

ભારતભર થઇ હતી પ્રાર્થના

ભારતભર થઇ હતી પ્રાર્થના

મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધવિનાયક મંદિરની વાત હોય કે સ્કૂલી બાળકો કે પછી અલ્હાબાદની દરગાહની દુઓઓની કે વારાણસીના ગંગાધાટની આરતીની તમામ ભારતવાસીઓએ, તમામ ધર્મના લોકોએ મળીને હનુમાનથપ્પાના જીવતદાન માટે સાચા મનથી પ્રાર્થના કરી હતી.

માંનો વિશ્વાસ પણ ના આવ્યો કામ

માંનો વિશ્વાસ પણ ના આવ્યો કામ

હનુમાનથપ્પાને જ્યારે જીવિત નીકાળવામાં આવ્યા હતા ત્યારે તેમની માતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મને ખબર હતી કે મારો પુત્ર જીવત છે. અને તેમણે આજીજી કરી હતી કે ભગવાન તેમના પુત્રને જીવતદાન આપે. પણ લાગે છે ભગવાને જાણે કાન જ બંધ કરી દીધા હોય!

અંગદાન માટે પણ અનેક લોકો આગળ આવ્યા હતા

અંગદાન માટે પણ અનેક લોકો આગળ આવ્યા હતા

એટલું જ નહીં હનુમાનથપ્પાના જીવવને બચાવવા માટે અનેક લોકોએ સ્વેચ્છાએ અંગદાન કરવાની પણ વાત કરી હતી. યુપીની મહિલા સમેત એક પૂર્વ નાવિકે પણ પોતાના અંગદાનની વાત કરી હતી.

મોદી બિરદાવ્યું હતું તેમના સહાસને

મોદી બિરદાવ્યું હતું તેમના સહાસને

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હનુમાનથપ્પાના બચાવ બાદ દિલ્હી તેમને મળવા ગયા હતા જ્યાં તેમને ટ્વીટ દ્વારા હનુમાનથપ્પાની અદ્દમ્ય બહાદુરી અને સહાસના વખાણ કર્યા. પણ હકીકત તો છે કે ભારતમાંનો આ સપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યો.

હનુમાનથપ્પાનું નિધન

હનુમાનથપ્પાનું નિધન

બન્ને ફેંફસામાં ન્યૂમોનિયા, અનેક અંગોનું કામ કરતા બધુ થવું, મગજમાં ઓક્સિજનનો ના પહોંચવો આ તમામ કારણે 9 દિવસથી મોતને માત આપતા લાન્સ નાયક હનુમાનથપ્પાએ તેમના અંતિમ શ્વાસ લઇને શહીદ થયા. ત્યારે ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી શ્રદ્ધાજંલી.

English summary
After battling for life for almost 10 days, Siachen 'braveheart' soldier Lance Naik Hanumanthappa passed away at 11.43 am, while undergoing treatment at Delhi's army hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more