For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે સિદ્દારમૈયાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

siddaramaiya
બેંગલોર, 13 મે : કર્ણાટકમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોંગ્રેસની લડાઇનું નેતૃત્વ કરનારા સિદ્દારમૈયાને સોમવારે કર્ણાટકના 22મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. પ્રદેશના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે 64 વર્ષીય સિદ્દારમૈયા એકલાને જ કાતિરાવ સ્ટેડિયમમાં એક સમારોહમાં શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં તેમના ગૃહ જિલ્લા મૈસૂર અને તેની આસ-પાસના વિસ્તારોના અનેક લોકો સામેલ થયા હતા.

ભારદ્વાજે સિદ્દારમૈયાને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સિદ્દારમૈયાને ગત 10 મેના રોજ કોંગ્રેસના ધારાસભ્યોના દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ગુપ્ત મતદાનમાં તેમણે આ પદના પ્રબળ દાવેદાર અને કેન્દ્રીય શ્રમ પ્રધાન એમ મલ્લિકાર્જુન ખડગેને પાછળ છોડી દીધા હતા.

મુખ્યમંત્રી પદના શપથ લીધાની સાથે સિદ્ધારામૈયા સામે અગ્નિ કસોટીની સમય હવે શરૂ થશે. કારણ કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ પ્રધાનપદ મેળવવા માટે 60થી વધુ પક્ષના ધારાસભ્યો જોરદાર લોબી ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 60 પૈકી 32 લોકોને ખુશ રાખવા અને બાકીના લોકોને ખાતાઓ આપ્યા વગર તેમની સાથે રાખવાની બાબત સિદ્ધારામૈયા માટે પડકારરૂપ રહેશે. કેબિનેટનું વિસ્તરણ શપથ વિધીના એક સપ્તાહ બાદ યોજવામાં આવનાર છે.

સિદ્ધારામૈયા મહેસૂલ જિલ્લામાં વરુણા વિધાનસભા મત વિસ્તારમાંથી જીતી ગયા હતા. તેમની સામે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમીતિના પ્રમુખ જી પરમેશ્વરાના નેતૃત્વમાં એક જૂથ સહિત તમામ કોંગ્રેસ જૂથોને એક સાથે રાખવાની બાબત સૌથી મોટી રહેશે. તેમને ખુશ રાખવાની બાબત સરળ નહીં બને. કર્ણાટકમાં કેબિનેટનું કદ 32 સુધી જ મર્યાદિત રાખવામાં આવશે. આવી સ્થિતિમાં 60 ધારાસભ્યોની ઇચ્છા પૂરી કરવી માથાનો દુ:ખાવો રહેશે.

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ બેઠકોના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા બાદ કુલ 223 પૈકી કોંગ્રેસે 121 બેઠકોમા જીત મેળવી સાત વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસે ફરી સત્તામાં વાપસી કરી હતી.

સિદ્દારમૈયા પ્રોફાઇલ

12મી ઓગસ્ટ 1948ના દિવસે જન્મેલા 64 વર્ષીય સિદ્ધારામૈયા કોંગ્રેસના શક્તિશાળી નેતા તરીકે રહ્યા છે. જનતાદળ (સેક્યુલર) તરીકે સિદ્ધારામૈયા બે વખત કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી તરીકે પણ બની ચૂક્યા છે. વર્ષ 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી સત્તા ઉપર લાવવામાં તેમની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. આ જ કારણસર તેમને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

વર્ષ 1978માં સિદ્ધારામૈયાએ રાજકીય કરિયર શરૂ કરી હતી. મહેસૂલમાં વકીલ એન સ્વામી જિલ્લા કોર્ટમાં તેમની સામે દેખાયા હતા. મોડેથી તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2006માં દેવગૌડા સાથે મતભેદ થયા બાદ સિદ્ધારામૈયાની જેડીએસમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. તેમને ખૂબ મોટો આઘાત લાગ્યો હતો. પછાત વર્ગથી તેમને ટેકો મળ્યો હતો. બેંગ્લોરમાં યોજાયેલી જાહેર સભામાં સોનિયા ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ પાર્વતી સાથે લગ્ન કર્યા હતા. તેમના બે પુત્ર છે જે પૈકી રાકેશ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

English summary
Siddaramaiah today took oath as Karnataka Chief Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X