તમે યુવાન છો તો જરૂર વાંચો રેલ બજેટની આ 10 વાતો
નવી દિલ્હી, 9 જુલાઇ: રેલવે મંત્રી સદાનંદ ગૌડા દ્વારા રજૂ કરવામાં આવેલા રેલ બજેટમાં ઘણા પ્રકારની વાતો કહી છે. તેમણે એફડીઆઇથી માંડીને દેશમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું પણ શેર કરી દિધું છે પરંતુ આ બધાથી અલગ તેમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન તે વાતો કહી દિધી છે જે કદાચ યુવાનોને ઘણા પ્રકારે આકર્ષિત કરી શકે છે.
પેપરલેસ વર્કથી માંડીને યુવાનો વચ્ચે લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી ભારતીય રેલવેની એક અલગ ઓળખ બનાવવાનામાંથી એક છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો તે ખાસ વાતો વિશે જે કદાચ ટ્રેનમાં મુસાફરી કરનાર યંગ પ્રોફેશનલ્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.

મળશે રેડી ટૂ ઇટ જમવાનું
રેલવે મંત્રી સદાનંદ ગૌડાએ જ્યારે પોતાનું પ્રથમ રેલ બજેટ રજૂ કર્યું તો થોડી પછી તેમણે જાહેરાત કરી દિધી કે બધા સ્ટેશનો પર ખાનગી કંપનીઓના ફૂડ કોર્ટ્સ લગાવવામાં આવશે. એટલે કે જે પ્રકારે તમને એરપોર્ટ પર ફૂડ કોર્ટ્સ અને મલ્ટીનેશનલ કંપનીઓની ફૂડ ચેઇન જોવા મળે છે, તે પ્રકારે બની શકે કે તમને સ્ટેશનો પર પણ આ નજારો જોવા મળી શકે.

મળશે પીવાનું શુદ્ધ પાણી
મોટાભાગે ટ્રેનોમાં પીવા માટે શુદ્ધ પાણી ન હોવાની ફરિયાદ કરનાર યુવા યાત્રીઓની ફરિયાદને પણ રેલવે મંત્રીએ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે બજેટમાં જાહેરાત કરી છે કે બધી ટ્રેનોમાં મુસાફરોને આરઓ વોટર પુરૂ પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે.

હવે સ્ટેશન પર જ ઓફિસનું કામ
આજે દેશના યુવાનો એન્ડ્રોઇડ ફોન પર અપડેટ છે અને સાથે દર વખતે ક્યારેક પોતાના ઓફિશિયલ કારણો તો ક્યારેક વ્યક્તિગત કારણોના લીધે તે મોટાભાગે ઇન્ટરનેટ એક્સેસ કરે છે. રેલવે મંત્રીના રેલ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે દેશના બધા મુખ્ય અને મોટા સ્ટેશનો વાઇફાઇ સાથે કનેક્ટ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ભારત જ્યાં ઇન્ટરનેટની સ્પીડ દુનિયામાં સૌથી ધીમી છે ત્યાં આ ઉપાય કેટલો કારગર સાબિત થાય છે.

1.3 મિલિયન લોકો માટે નવી નોકરીઓ
ભારતીય રેલ દુનિયાનું પ્રથમ એવું સંગઠન છે. જે સૌથી વધુ લોકોને રોજગાર પુરો પાડે છે. કદાચ આ વાતને ધ્યાનમાં રાખતાં રેલવે મંત્રીએ જાહેરાત કરી દિધી છે કે આગામી દિવસોમાં રેલવેમાં દેશના 1.3 મિલિયન યુવાનો માટે નવી નોકરીઓના અવસર પેદા કરવાના પ્રયત્ન કરવામાં આવશે.

રેલમંત્રીની અપીલ
રેલ મંત્રી સદાનંદ ગૌડાએ એન્જેનિયરિંગ અને બીજા ટેક્નિકલ વિષયોમાં અભ્યાસ કરનાર રેલવેમાં સમર ઇંર્ટનશિપ કરવાની ઓફર આપી છે. સદાનંદ ગૌડાએ કહ્યું કે દેશના અલગ-અલગ ઇંસ્ટીટ્યૂટ્સમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ભારતીય રેલવેમાં ઇંટર્નશિપ કરી શકે છે.

રેલ મંત્રીની જાહેરાત
રેલમંત્રીએ એ પણ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં જ એક રેલવે યૂનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે જ્યાં યુવાનોને રેલવે સાથે જોડાયેલી જાણકારી વિશે જણાવવામાં આવશે.

ફેસબુક અને ટ્વિટર પર રેલગાડી
ફેસબુક માટે નંબર બે અને ટ્વિટર માટે એક મુખ્ય બજારમાં ફેરવનાર ભારતમાં 60 ટકાથી વધુ યુવાનો દર સેકન્ડે સોશિયલ નેટવર્કિંગ પર અપડેટ રહે છે. એ વાતને મગજમાં રાખતાં રેલ મંત્રીએ જાહેરાત કરી છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટના માધ્યમથી યંગસ્ટર કોઇપણ તાજા જાણકારી પ્રાપ્ત કરી શકે છે.

પોસ્ટ ઓફિસ માંથી રેલ ટિકીટ
આઇઆરસીટીસી વેબસાઇટની ધીમી ચાલના લીધે સવારે નવ વાગ્યાથી માંડીને સાંજે છ વાગ્યા સુધી ઓફિસમાં કામ કરનાર યુવાનો માટે લાઇનમાં ઉભા રહીને ટ્રેનની ટિકીટ લેવી કોઇ માથાના દુખાવાથી ઓછું કામ નથી. એવામાં રેલ મંત્રીએ જાહેરાત કરી દિધી છે કે હવે ટ્રેનની ટિકીટ પોસ્ટ ઓફિસમાંથી પણ મળશે. એટલું જ નહી હવે કોઇપણ મુસાફર ઇન્ટરનેટના માધ્યમથી પ્લેટફોર્મ ટિકીટ પણ પ્રાપ્ત કરી શકશે.

રેલવેની નવી પહેલ
મોટાભાગે સેવ ટ્રી અને સેવ એનવાયરમેન્ટનો નારો બુલંદ કરનાર યુવાવર્ગને ધ્યાનમાં રાખીને કદાચ રેલ મંત્રીએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં રેલવેમાં પેપરલેસ ઓફિસને પ્રાથમિકતા આપવાની દિશામાં કામ કરવામાં આવશે.

બસ તમારો મોબાઇલ ચેક કરો
રેલ મંત્રીના અનુસાર ટૂંક સમયમાં જ મુસાફરોને તેમના મોબાઇલ પર જ ટ્રેનોના રિયલ ટાઇમ સ્ટેટ્સ મળી શકશે તેના માધ્યમથી તે જાણી શકશે કે તેમની ટ્રેન કઇ જગ્યાએ છે અને કેટલી વારમાં તે તેમના સ્ટેશન પર પહોંચી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
