For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કલ્પના અને સુનિતા બાદ ભારતની વધુ એક દિકરી અંતરિક્ષની સફરે

કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સે અવકાશમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ હવે ભારતની વધુ એક દિકરી અવકાશી સફરે નિકળશે. ભારતીય મુળની 34 વર્ષિય સિરિષા બાંડાલા વર્જિન ગૈલેક્ટિક ટેસ્ટ ફ્લાઈટથી અવકાશમાં રવાના થશે.

|
Google Oneindia Gujarati News

કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સે અવકાશમાં પોતાનો ડંકો વગાડ્યા બાદ હવે ભારતની વધુ એક દિકરી અવકાશી સફરે નિકળશે. ભારતીય મુળની 34 વર્ષિય એરોનોટિકલ એન્જિનિયર સિરિષા બાંડાલા વર્જિન ગૈલેક્ટિક ટેસ્ટ ફ્લાઈટથી અવકાશમાં રવાના થશે. આંધ્રપદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી સિરિષાએ હ્યુસ્ટન અને ટેક્સાસમાં અભ્યાસ કર્યો છે. સિરિષા કંપનીના સ્થાપક સર રિચર્ડ બ્રાનસન અને અન્ય 5 ક્રુ સાથે વર્જિન ગૈલેક્ટિક સ્પેશ શિપમાં ન્યૂ મેક્સિકોથી અવકાશની સફરે રવાના થશે.

Sirisha Bandala
આ પ્રસંગે સિરિષાએ ટ્વિટ કરીને માહિતી આપી કે, હું શ્રેષ્ઠ ક્રુ #unity22 નો હિસ્સો બનવા અને એવી કંપનીનો ભાગ હોવાને લઈને ગર્વ અનુભવી રહી છુ, જેનુ કામ તમામ માટે અવકાશ ઉપલબ્ધ કરાવવાનું છે. વર્જિન ગૈલેક્ટિક અનુસાર સિરિષા અંતરિક્ષ યાત્રી 4 હશે અને તેની ભુમિકા રિસર્ચર એક્પિરિયન્સની હશે.

વર્જિન ગૈલેક્ટિકના ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સિરિષા જણાવે છે કે, મને જ્યારે પહેલી વખત ખબર પડી કે આ મોકો મને મળી રહ્યો છે તો હું નિશબ્દ બની ગઈ હતી. અલગ અલગ પ્રકારના લોકો સાથે અંતરિક્ષમાં રહેવુ એક અદભુત અનુભવ છે. કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ બાદ હવે સિરિષા બાંડાલા અવકાશમાં જનારી ભારતની ત્રીજી મહિલા બનશે.

English summary
Sirisha Bandala will be launched into space by a Virgin Galactic test flight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X