હૈદરાબાદમાં નિર્માણાધીન ઇમારતની દિવાલ પડીઃ 6ના મોત

wall-collapse
હૈદરાબાદ, 23 જુલાઇઃ હૈદરાબાદમાં એક નિર્માણાધીન ઇમારતની દિવાલ પડતા બે બાળકો સહિત છ લોકોના મોત નીપજ્યાં છે. ઇમારતની દિવાલ પડ્યાના સમાચાર મળતા જ બચાવકર્મીઓ દ્વારા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. બચાવકર્મીઓએ આશંકા વ્યક્ત કરી છે, દિવાલના કાટમાળ હેઠળ વધુ લોકો દટાયા હોઇ શકે છે.

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ઇમારતની દિવાલ આંધ્રપ્રદેશમાં 24 કલાક પડેલા ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. ઇમારત પાસે રંગા રેડ્ડી અને મહબુબનગર જિલ્લાના શ્રમીકો રહી રહ્યાં હતા.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે હાલ ઘટના સ્થળે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, જીએચએમસી અને પોલીસકર્મીઓ દ્વારા રાહતકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ઘુસી ગયા છે. અને હૈદરાબાદમાં મોટી સંખ્યામાં બિલ્ડિંગ્સને જોખમી ગણાવવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X