For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઉન્ટ એવરેસ્ટ પર ભૂસ્ખલન, 6 નેપાળી પર્વતારોહી ગાઇડોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાઢમાંડૂ, 18 એપ્રિલ: દુનિયા સૌથી ઉંચી ટોચ પર થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા છ નેપાળી પર્વતારોહી ગાઇડોના મોત નિપજ્યા હોવાના સમાચાર આવ્યા છે, જ્યારે છ અન્ય ગાયબ બતાવવામાં આવે છે. આ ઘટના શુક્રવારે સવારે ઘટી હતી.

એક સમાચાર એજન્સીએ નેપાળ પર્વતારોહી સંધના અધ્યક્ષ આંગ જેરિંગ શેરપાના હવાલેથી જણાવ્યું છે 'બચાવદળને પહેલાંથી જ ચાર લાશ મળી ચૂકી છે. બચાવદળ બરફમાં દટાયેલ લાશોને નિકાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

શેરપાએ જણાવ્યું હતું કે ભૂસ્ખલન 19000 ફૂટની ઉંચાઇ પર સવારે 6.64 વાગે થયું. જે જગ્યા પર આ દુર્ઘટના સર્જાઇ તેને 'પોપકોર્ન ફીલ્ડ' નામે ઓળખવામાં આવે છે. પર્યટન મંત્રાલયના પ્રવક્તા મોહન કૃષ્ણ સપકોટાએ જણાવ્યું હતું કે બધા પર્વતારોહી નેપાળી છે.

mount-everest

માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઇ કરવા માટે અનૂકુળ ઋતુની શરૂઆત પહેલાં જ ત્યાં ખૂબ ભીડભાડ છે. નેપાળના પર્યટન મંત્રાલયના એક અધિકરી મધુસુદન બુરલાકોટીએ જણાવ્યું હતું કે બચાવ માટે ત્રણ હેલિકોપ્ટર તે ક્ષેત્રમાં મોકલવામાં આવ્યા છે. પર્વતારોહક માટે રસ્તો બનાવવા માટે શેરપા સવારે પહાડી ચઢ્યા હતા ત્યારે તે બર્ફીલા તોફાનની ઝપેટમાં આવી ગયા.

એડમંડ હિલેરી અને તેનજિંગ નોર્ગેએ સૌથી પહેલાં વર્ષ 1953માં નેપાળ અને ચીન વચ્ચે સ્થિત માઉન્ટ એવરેસ્ટને ફતેહ કર્યું હતું અને ત્યારથી 3000થી વધુ લોકો આ ચોટી પર ચઢાણ કરી ચૂક્યાં છે. જો કે આ પ્રયત્નમાં ઘણા લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

English summary
An avalanche swept the slopes of Mount Everest on Friday along a route used to ascend the world’s highest peak, killing at least six Nepalese guides and leaving nine more missing, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X