SIMIના 6 કાર્યકરો ગાર્ડને છરી ભોંકી જેલમાંથી ભાગી છૂટ્યા
ખંડવા, 1 ઓક્ટોબર : બેંગલોરની એક જેલમાંથી ગયા મહિને નાટ્યાત્મક રીતે એક સીરિયલ રેપિસ્ટ જયશંકર નાસી છૂટ્યા બાદ આદે મધ્યપ્રદેશની ખંડવા જેલમાંથી આજે વહેલી સવારે આતંકવાદી સંગઠન સિમિના (સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા) છ કાર્યકરો સહિત કુલ 7 કેદીઓ સુરક્ષા ગાર્ડ્સને છરી ભોંકીને જેલમાંથી ભાગી છૂટ્યા હોવાના અહેલાવ મળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ કેદીઓએ જેલના બે સિક્યુરિટી ગાર્ડને છરી ભોંકીને નાસી છુટ્યા છે.આ અંગે ખંડવા જેલના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ મનોજ શર્માએ આ બાબતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે નાસી છુટેલા સાત કેદીને ખૂબ જલ્દીથી પકડી લેવામાં આવશે. સમગ્ર એરિયાને કોર્ડન કરીને મોટા પાયે શોધ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ ઘટના મંગળવાર, 1 ઓક્ટોબર 2013ના રોજ સવારે 2થી 3 દરમિયાન બની હતી. સાત કેદીઓ જેલના બાથરૂમ પાસે પહોંચ્યા હતા. ત્યાં રહેલા બે સિક્યુરિટી ગાર્ડને છરી ભોંકીને તેમની પાસે રહેલી રાઇફલ્સ છીનવી લીધી હતી. ત્યાર બાદ તેઓ બાથરૂમની દીવાર તોડીને ભાગી છુટ્યા હતા.
ભાગી છૂટેલા અન્ય કેદીઓમાં અમઝદ, અબુ ફૈઝલ, જાબિર હુસૈન, એજાઝ હુસૈન, અસલમ, મહેબૂબ ઇસ્માઇલ અને આબિદ મિર્ઝાનો સમાવેશ થાય છે. આ દરમિયાન ખંડવા પોલીસે ખંડવા વિસ્તારના એક નર્સિંગ હોમાં બોમ્બ પ્લાન્ટ કરનારા એક દોષિત અબીદ મિર્ઝાને પકડી લીધો છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
