For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકાતા: ખાલી પ્લોટમાં 14 બાળકોના કંકાલ મળવાથી હડકંપ

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મામલો સામે આવ્યો છે, જે બાળકોના કંકાલ સાથે જોડાયેલો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક મામલો સામે આવ્યો છે, જે બાળકોના કંકાલ સાથે જોડાયેલો છે. દક્ષિણ કોલકાતાના હરિદેવપુરમાં આવેલા એક ખાલી પ્લોટમાં 14 બાળકોના કંકાલ મળી આવ્યા. આ બધા જ કંકાલ એક પ્લાસ્ટિક બેગમાં લપેટાયેલા હતા. આખો મામલો ત્યારે સામે આવ્યો જયારે આ ખાલી પડેલા પ્લોટમાં નિર્માણકાર્ય માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કંકાલમાં કેટલાક છોકરાઓ અને કેટલી છોકરીઓ છે તેના વિશે કોઈ પણ માહિતી નથી મળી શકી. આખી ઘટનાની જાણકારી મળતા જ કોલકાતા પોલીસ તરત હરકતમાં આવી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.

કેટલીક લાશ સડી ચુકી છે તો કેટલીક લાશ અડધી સડી છે

કેટલીક લાશ સડી ચુકી છે તો કેટલીક લાશ અડધી સડી છે

એક વરિષ્ઠ પોલીસ અધિકારી અનુસાર કેટલીક લાશ આખી સડી ચુકી છે જયારે કેટલીક લાશ અડધી સડી છે. અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને આ બાબતે કોઈ જ જાણકારી નથી મળી કે આખરે આ લાશ અહીં કેવી રીતે આવી. ત્યાં હાજર સાક્ષીઓ અનુસાર આ કંકાલ અહીં એટલા માટે ફેંકવામાં આવ્યા કારણકે અહીં જમીન ખાલી પડી હતી.

અબોર્શન રેકેટનો હાથ હોય શકે છે

અબોર્શન રેકેટનો હાથ હોય શકે છે

કોલકાતાના મેયર સોવાન ચેટર્જી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ 14 લાશ પ્લાસ્ટિકમાં અલગ અલગ લપેટવામાં આવ્યા હતા અને તેને બે બેગમાં ભરવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે આખા વિસ્તારની તલાશી લેવામાં આવશે જેથી બીજા પણ શવ અહીં છે કે નહીં તેના વિશે માહિતી મેળવી શકાય. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હવાલેથી ન્યુઝ એજેન્સી પીટીઆઈ ઘ્વારા પોતાના રિપોર્ટમાં લખવામાં આવ્યું કે આ મામલા પાછળ નજીકના કોઈ અબોર્શન રેકેટનો હાથ હોય શકે છે.

ઘટનાથી સનસની

મળતી માહિતી અનુસાર આ બાળકોની મૌત પાછળ મોટો મામલો હોય શકે છે. હાલમાં કોલકાતાના મેયર સોવાન ચેટર્જી અને વરિષ્ઠ પોલીસ અધિકારી આ મામલે નજર રાખી રહ્યા છે. આ ઘટનાથી દક્ષિણ કોલકાતાના વિસ્તારોમાં સનસની ફેલાઈ ગયી છે.

English summary
Skeleton of 14 babies have been found wrapped in plastic bags in Kolkata's Haridevpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X