સંકલ્પ રેલીમાં નીતિશ કુમાર પર ઉછળ્યું ચપ્પલ
મુઝફ્ફરપુર, 23 ડિસેમ્બર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એ સમયે અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે બેગુસરાયમાં એક કાર્યક્રમ દરમિયાન તેમની પર ચપ્પલ ફેંકવામાં આવ્યું. જોકે ચપ્પલ નીતિશ કુમારને વાગ્યું નહીં. આ ઘટના રવિવારની છે.
નીતિશ કુમાર જનતા દળયૂની સંકલ્પ રેલીમાં ભાષણ આપી રહ્યા હતા. તેમણે કોંગ્રેસ અને આરજેડીને નિશાનો બનાવીને જણાવ્યું કે બે જૂના મિત્રો સાથે મળી ગયા છે જેથી જૂના અંધકાર ભરેલા, બગડેલી કાનૂન વ્યવસ્થા અને કૂવ્યવસ્થાનું શાસન પરત લાવી શકાય.

નીતિશ કુમારે જણાવ્યું કે રાજ્યમાં કાયદાનું રાજ છે અને લોકોને રાત્રે ઘરથી બહાર નીકળવામાં ડર નતી લાગતો. રાજ્યમાં વિકાસના કામ થયા છે. તેમણે લોકોને પૂછ્યું કે શું તેઓ જૂના દિવસો પાછા લાવવા માગે છે?












Click it and Unblock the Notifications
