
Coronavirus: ટૉયલેટ સીટથી પણ વધુ ગંદો છે તમારો સ્માર્ટફોન, જાણો બચાવના ઉપાય
દુનિયાભરમાં ફેલાયેલ કોરોના વાયરસ હવે ભારતમાં પણ વધતો જઈ રહ્યો છે. અહીં તેના બે નવા કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે. એક કેસ દિલ્લીનો છે અને બીજો તેલંગાનાનો. ભયના માહોલ વચ્ચે ભારત સરકારે ચાર દેશના નાગરિકોના રેગ્યુલર વિઝા સસ્પેન્ડ કરી દીધા છે. આં ઈરાન, ઈટલી, દક્ષિણ કોરિયા અને જાપાન શામેલ છે. આ દરમિયાન જયપુરુમાં પણ ઈટલીના એક વ્યક્તિમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળ્યુ છે. વાયરસના વધતા કહેર વચ્ચે 21 એરપોર્ટ સહિત 77 બંદરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સરકારે બચાવના ઉપાય અપનાવવા માટે પણ કહ્યુ છે.

એક ટૉયલેટ સીટથી પણ વધુ બેક્ટેરિયા સ્માર્ટફોન પર
આ બચાવના ઉપાયમાં હાથ ધોવાથી લઈને બીજા સાથે હાથ ન મિલાવવા વિશે કહેવામાં આવ્યુ છે. પરંતુ શું આપણે એક વસ્તુ ભૂલી નથી રહ્યા? જે વસ્તુ આપણે ભૂલી રહ્યા છે તે છે આપણો સ્માર્ટફોન. શોધકર્તાઓની માનીએ તો આમાં એક ટૉયલેટ સીટથી પણ વધુ બેક્ટેરિયા જોવા મળે છે. બેશક જ્યારે આપણે આપણા હાથ સાફ કરી લઈએ પરંતુ જ્યારે આપણે ફોનનો ઉપયોગ કરીશુ તો ફરીથી હાથમાં કીટાણુઓ આવી જ જશે.

ફોનને સાફ કરવાની ઘણી રીતો છે
માત્ર પશ્ચિમી દેશો જ નહિ પરંતુ ભારતમાં પણ સ્માર્ટફોનનુ ચલણ ઘણુ વધી ગયુ છે. થોડી થોડી વારે લોકો પોતાના ફોનની સ્ક્રીનને અડે છે. ફોન અડ્યા બાદ આપણે આ હાથે જ પોતાનો ચહેરો પણ અડીએ છીએ. જેનાથી ઈન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધી જાય છે. એટલા માટે બધા ઉપાયો સાથે સાથે પોતાના ફોનને સારી રીતે સાફ કરવો પણ ખૂબ જ જરૂરી છે. ફોનને સાફ કરવાની ઘણી રીતો છે. આના માટે આપણે ફોનની સ્ક્રીને માઈક્રોફાઈબર ક્લોથથી સાફ કરી શકીએ છીએ.

કઈ રીતે સાફ કરશો ફોન
આ ઉપરાંત આપણે સાફ-સફાઈ સાથે સંબંધિત અમુક વસ્તુનો પણ ઉપયોગ કરી શકીએ છીએ જેવા કે ડિસઈન્ફેક્ટન્ટ વાઈપ્સ અને રબિંગ આલ્કોહોલથી આને સાફ કરી શકાય છે. જો તમે ઈચ્છો તો તમે યુવી સેનિટેશન ડિવાઈસનો પણ ઉપયોગ કરી શકો છો. આ એક પ્રકારનુ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ છે જે યુવી કિરણોના માધ્યમથી ફોનના બધા કીટાણુઓને મારી દે છે. જો આપણી પાસે આ બધી વસ્તુ ન હોય તો આપણે સેનિટાઈઝર અને ટિશ્યુની મદદથી પણ પોતાનો ફોન સાફ કરી શકીએ.
આ પણ વાંચોઃ કોરોના વાયરસ માટે ભારતમાં એલર્ટ, જારી કર્યો હેલ્પલાઈન નંબર અને Email ID