For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાની ચુંટણીમાં 160 સીટોને પ્રભાવિત કરી શકે છે સોશિયલ મીડિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

social-media
નવી દિલ્હી, 12 એપ્રિલ: આગામી સામાન્ય ચુંટણીમાં સોશિયલ મીડિયા લોકસભાની 160 સીટોને પ્રભાવિત કરી શકે છે. આ વાત એક સર્વેમાં બહાર આવી છે. આઇઆરઆઇએસ જ્ઞાન ફાઉન્ડેશન અને ભારતીય ઇન્ટરનેશનલ તથા મોબાઇલ સંઘના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આગામી સામાન્ય ચુંટણીમાં લોકસભાની 543 સીટોમાંથી 160 મહત્વપુર્ણ સીટો પર સોશિયલ મીડિયાનો પ્રભાવ રહેવાની સંભાવના છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તેમાંથી મહારાષ્ટ્રમાંથી વધુ પ્રભાવવાળી 21 સીટો અને ગુજરાતમાંથી 11 સીટો સામેલ છે.

સૌથી વધુ પ્રભાવશાળી (હાઇ ઇમ્પેક્ટ) સીટથી આશય તે સીટો પાસે છે જે ગત લોકસભાની ચુંટણીમાં વિજેતા ઉમેદવારની જીતનું અંતર ફેસબુકનો પ્રયોગ કરનારાઓથી ઓછું છે અથવા જે સીટો પર ફેસબુકનો પ્રયોગ કરનારાઓની સંખ્યા કુલ મતદાતાઓની સંખ્યાના 10 ટકા છે. ઉત્તરપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 14, કર્ણાટકમાં 12, આંધ્ર પ્રદેશમાં 11, તમિલનાડુમાં 12 અને કેરલમાં 10 છે.

અભ્યાસમાં જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 9 જ્યારે દિલ્હીમાં સાત છે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આવી સીટોની સંખ્યા 5-5 છે જ્યારે છત્તીસગઢ, બિહાર, જમ્મૂ કાશ્મીર, ઝારખંડ અને પશ્વિમ બંગાળમાં આવી સીટોની સંખ્યા ચાર-ચાર છે. અભ્યાસમાં 67 સીટોથી અત્યધિક પ્રભાવવાળા જ્યારે શેષ સીટોને ઓછી પ્રભાવવાળી સીટો તરીકે ઓળખવામાં આવી છે.

English summary
Social media is likely to influence 160 Lok Sabha seats in the next general elections, a study has said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X