For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવર્ણો દ્વારા કરતો ભ્રષ્ટાચાર દબાવી દેવામાં આવે છે: આશિષ નંદી

|
Google Oneindia Gujarati News

ashis nandy
જયપુર, 26 જાન્યુઆરી: આજના દિવસે દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, જેથી તેને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ 64માં ગણતંત્રના દિવસે જયપુરમાં યોજાયેલા એક સાહિત્ય સમ્મેલનમાં જાણિતા સમાજશાસ્ત્રી આશિષ નંદીએ વિવાદાસ્પદ નિવેદન કરી નાખતા ચોરફથી તેમની પર વિરોધ ઉઠવા લાગ્યા અને જયપુરના એક પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ પણ નોંધાઇ ગઇ.

વાત કંઇક એવી છે કે સાહિત્ય સમ્મેલમાં ચર્ચા ભ્રષ્ટાચાર પર આવીને ઉભી રહી. દરમિયાનમાં અન્ય સાહિત્યકારો અને પત્રકારો સાથે મંચ પર હાજર આશિષ નંદીએ જણાવ્યું હતું કે 'દેશમાં સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ ઓબીસી અને અનુસુચિત જાતિના લોકોમાંથી આવે છે. સૌથી વધારે ભ્રષ્ટાચાર દલિતો કરી રહ્યા છે.' આશિષ નંદીએ સમ્મેલનમાં સીધેસીધું કહી દીધું કે સૌથી વધારે ભ્રષ્ટાચારીઓ દલિત જાતિમાંથી આવે છે.

જાણિતા સમાજશાસ્ત્રી આશિષ નંદીએ આવું ચોંકાવનારું અને વિવાદાસ્પદ નિવેદન કરતા સાહિત્યકારોમાં અને પત્રકારોમાં સોંપો પડી ગયો છે અને દલિત સમુદાય દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમની સામે જયપુરના અશોકનગર પોલીસ સ્ટેશન ખાતે બિન જમાનતી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આશિષ નંદીએ ફેરવી તોળી માફી માંગી

જોકે તેમના મતનો સખત વિરોધ થતા તેમણે પોતાના નિવેદનને ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે મારા મતને મારી મચેડીને રજૂ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે 'મે કહ્યું હતું કે દલિતો દ્વારા થતો ભ્રષ્ટાચાર સામે આવી જાય છે અને સવર્ણો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સામે નથી આવતો તેને દબાવી દેવામાં આવે છે. છતાં પણ મારા નિવેદનથી કોઇની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.'

English summary
Sociologist Ashis Nandy blames Dalits for corruption, clarifies after furore at Jaipur Literature Festival.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X