અમદાવાદના ઓઢવમાં સોલિડ વેસ્ટ વિભાગે 2 પ્લાસ્ટિક એકમો સીલ કર્યા, જાણો કેમ કરાઈ કાર્યવાહી
અમદાવાદ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે ઓઢવમાં મોટી કાર્યવાહી કરી છે. અહીં પ્રતિબંધિક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી બે કંપનીઓને સીલ કરાઈ છે.
અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી ભારત સરકાર વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક સહિતની પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદન અને ઉપયોગને ઓછો કરવા માટે સતત ભાર મુકી રહી છે ત્યારે હવે અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા બે એકમોને સીલ કર્યા છે.

વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણને મોટુ નુકસાન થાય છે ત્યારે હવે તેના પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમોને સીલ કર્યા છે.
કોર્પોરેશન દ્વારા જે એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે તે ઓઢવ વિસ્તારમાં આવેલા છે અને પ્રતિબંધિક પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા હતા. માહિતી અનુસાર સોલિડ વેસ્ટ વિભાગે નિતીન પ્લાસ્ટિક અને રવિ પ્લાસ્ટિક નામની કંપનીઓ વિરૂદ્ધ આ આ કાર્યવાહી કરી છે. આ કંપનીઓમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચમચીનું ઉત્પાદન કરાતું હતું.
અહીં તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ઘણી જગ્યાઓએ આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે અને કોર્પોરેશનની સોલિડ વેસ્ટ વિભાગ સતત કાર્યવાહી કરતી રહે છે.












Click it and Unblock the Notifications
